SearchBrowseAboutContactDonate
Page Preview
Page 158
Loading...
Download File
Download File
Page Text
________________ - કેટલીક સાફ સાફ વાતે ૧૪૧ કેટલાક ભિક્ષુઓ કજિયાખોર, કલહપ્રિય તથા તીખા અને ક્રોધી હોય છે. તેઓ ઝઘડાઓમાંથી કદી શાંતિ પામી શકતા નથી. ભિક્ષુએ તો ગુરુની આજ્ઞાનુસાર વર્તનારા, લજ્જાશીલ, પોતાના કામમાં જ નજર રાખનારા, નિષ્કપટ, મધુર તેમજ ડું બોલનારા, પુરુષાથી, જાતવાન, સરળ આચરણવાળા, તથા શાંત હોવું જોઈએ. ધર્મમાં સ્થિર થવા ઈચ્છનાર, તિરસ્કારવા યોગ્ય કે પાપજનક પ્રવૃત્તિઓથી દૂર જ રહે. [૫-૭, ૧૯] શાંતિદાયી કાંતિવાળા તથા ધર્મનું રહસ્ય સમજનારા ભિક્ષુએ, ગામ કે નગરમાં દાખલ થયા બાદ, અન્નપાનનો લોભ રાખ્યા વિના, રતિ અરતિ દૂર કરીને, તથા સંધમાં હોય કે એકલે હોય તો પણ કઠેર સંયમમાં સ્થિર રહીને, પિતાની આખરની એકલી અસહાય દશાની ભાવના કરતા કરતા વિચરવું. તેણે પિતાની મેળે (શાસ્ત્રમાંથી) સમજીને કે ગુરુ પાસેથી સાંભળીને, પ્રજાને હિતકર ધર્મ ઉપદેશો. પરંતુ, કેઈનો ભાવ તર્કથી જાણ્યા વિના, ગમે તેવા શુદ્ર અને અશ્રદ્ધાળુ મનુષ્યને ઉપદેશ ન આપો. સામા માણસનાં કર્મ અને છંદ સમજીને, તેને દુષ્ટ સ્વભાવ દૂર કરવાનો પ્રયત્ન કરવો. કારણ, લેક ભયાનક વિષમાં ગાઢપણે ખેંચાઈ ગયેલા હોય છે. તેણે પૂજન કે પ્રશંસાની ઇચ્છી ન રાખવી કે કેાઈનું પ્રિય કે અપ્રિય કરવાની કામના ન કરવી. એ પ્રમાણે સર્વ અનર્થોને ત્યાગ કરી, મનથી પણ આકુળ કે ગુસ્સે થયા વિના, સર્વ પ્રાણીઓ પ્રત્યે હિંસાને ત્યાગ કરી, જીવિત કે મરણની કામનાથી રહિત થઈ, તેણે સંસારચક્રમાંથી મુક્ત થતા સુધી વિચરવું. [૧૮, ૨૦-૨૩] આમ કહી, શ્રીસુધર્મસ્વામી થોભ્યા. . Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005001
Book TitleMahavir swamino Sanyam Dharm
Original Sutra AuthorN/A
AuthorGopaldas Jivabhai Patel
PublisherJain Sahitya Prakashan Mandir
Publication Year1942
Total Pages282
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, & Canon
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy