________________
૧૩૦ મહાવીર સ્વામીને સંયમધમ બીજા પ્રત્યે હિંસા પરિગ્રહાદિથી કર્મબંધનના નિમિત્ત બને છે. બુદ્ધિમાન માણસે પિતાના દાખલા ઉપરથી, અનુકૂળ તક વડે વિચાર કરો કે, મારી પેઠે કઈ પ્રાણીને દુઃખ ગમતું નથી, માટે મારે કોઈની હિંસા ન કરવી જોઈએ. જ્ઞાનીના જ્ઞાનને સાર પણ એટલો જ છે કે, તે કેઈની હિંસા કરતું નથી. અહિંસાનો સિદ્ધાંત પણ એ જ છે, તથા તેને જ શાંતિ કે નિર્વાણ પણ કહે છે. [૭–૧૧].
પરંતુ જ્યાં સુધી મનુષ્યમાંથી સર્વ પ્રકારના દોષો દૂર થયા નથી, ત્યાં સુધી તે મન વાણી અને કાયાથી સંપૂર્ણ અહિંસા પાળી શકવાનો નથી. માટે મહાપ્રજ્ઞાવાળા બુદ્ધિશાળી મનુષ્ય જિતેંદ્રિય થઈ, વિષયભોગથી નિવૃત્ત થવું અને સંયમાદિમાં પરાક્રમી બની વિચરવું. તેણે અતિ માન, માયા, ક્રોધ અને લેભથી દૂર રહેવું. ટૂંકમાં, તેણે સર્વ સારાં કર્મ આચરવાં અને પાપકર્મો ત્યાગવાં. તેણે તપાચરણમાં પરાક્રમી બની, નિર્વાણને નક્ષત્રોમાં ચંદ્રમાની પેઠે શ્રેષ્ઠ માની, તેને સાધવામાં પુરુષાર્થ થવું. જેમ આ જગત સર્વ ભૂતપ્રાણીઓનું આધારસ્થાન છે, તેમ જે બુદ્ધો થઈ ગયા છે અને હજુ થવાના છે, તેમનું નિર્વાણ એ જ આધારસ્થાન છે. માટે તેણે ઈદ્રિયોનું દમન કરી, તે નિર્વાણને જ પ્રાપ્ત કરવા પ્રયત્નશીલ થવું. [૧૨, ૩૩૬, ૨૨]
મહાપ્રજ્ઞાવાળા તે બુદ્ધિશાળી પુરુષે વિધિ પ્રમાણે જે કાંઈ ભિક્ષા મળે, તેના વડે નિર્વાહ કરે અને નિષિદ્ધ અન્નને ત્યાગ કરે. પ્રાણીઓની હિંસા કરીને કે પોતાને ઉદ્દેશીને તૈયાર કરવામાં આવ્યું હોય તેવું અન્નપાન તેણે
૧. જુઓ પ્રકરણને અંતે ટિપ્પણ ન. ૧.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org