________________
અધ્યયન ૧૧ મું
મેક્ષમાર્ગ શ્રીજંબુસ્વામી પૂછવા લાગ્યા :
હે મહામુનિ ! સર્વ દુઃખોમાંથી મુક્તિ અપાવનાર એવો, મહાવીર ભગવાને ઉપદેશેલો ઉત્તમ માર્ગ તમે જે રીતે જાણે છે તે રીતે અમને કહી સંભળાવો.
શ્રીસુધર્મસ્વામી કહેવા લાગ્યા :
કાશ્યપ ઋષિએ ઉપદેશેલા તે મહાવિકટ માર્ગ મેં જે પ્રમાણે સાંભળ્યો છે, તે પ્રમાણે તમને યથાક્રમે હું કહી સંભળાવું છું. તેને અનુસરીને અત્યાર આગમચ ઘણાય લેકે, વેપારીઓ જેમ દુસ્તર સમુદ્રને તરી જાય છે, તેમ આ અપાર સંસારને તરી ગયા છે અને ભવિષ્યમાં પણ તરશે. [૨–૬]
પૃથ્વી, પાણી, અગ્નિ, વાયુ, ધાનાં બીજો સહિત તૃણ અને વૃક્ષો; અને હાલી ચાલી શકે તેવાં પ્રાણીઓ – એમ છાના છ વર્ગો છે. એ છ વર્ગો જ એક
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org