________________
સમાધિ
૧૨૭
પરિતાપ પામે છે ! સ્ત્રીઓમાં વિશેષ પ્રસંગ રાખનારા અજ્ઞાની પાપકર્માંના ચક્રમાં ફસાય છે. તે પાતે હિંસાથી પાપકર્મો કરે છે. એટલું જ નહિ, પણ ખીજા પાસેય કરાવે છે. તે અન્નાની ભિક્ષુ પછી ધનસપત્તિના સંચય કરવા લાગે છે તથા કામનાથી ઉત્પન્ન થતાં વેરામાં ખૂપતા જઈ, પાપકર્યું એકઠુ કર્યે જાય છે. પરિણામે, મરણ બાદ તે દુસ્તર નરકને પામે છે. માટે બુદ્ધિમાન ભિક્ષુએ ધર્માંને સારી રીતે સમજી, સર્વ તરફથી નિઃસંગ થઈ, કયાંય આસક્ત થયા વિના વિચરવું અને સ પ્રકારની લાલસાના ત્યાગ કરી, તથા સમસ્ત જગત પ્રત્યે સમભાવયુક્ત દૃષ્ટિ રાખી, કોઈ નું પ્રિય કે અપ્રિય કરવાની કામના ન રાખવી. [૪-૫; ૭-૧૦]
3
તેણે નિષિદ્ધ અન્નની કદી ઇચ્છા ન કરવી. તથા તેમ કરનારની સેાબત પણ ન કરવી, પોતાના અંતરના વિકાસ ઇચ્છનાર તે ભિક્ષુએ કશાની અપેક્ષા રાખ્યા વિના, તથા જરા પણું ખિન્ન થયા વિના, બાહ્ય શરીરને ઘસાઈ જવા દેવું, પણ જીવિતની કામના કરી પાપકર્મી ન કરવું. તેણે પેાતાની એકલી અસહાય દશાને વિચાર વારવાર કર્યો કરવેા. એ ભાવનામાં જ મુક્તિ રહેલી છે.
એ મુક્તિ કઈ મિથ્યા વસ્તુ નથી. પણ સર્વોત્તમ વસ્તુ છે. પરંતુ તે ગમે તેનાથી પ્રાપ્ત કરી શકાતી નથી. સ્ત્રીસ ભાગથી નિવૃત્ત થયેલા, અપરિગ્રહી, તથા નાના મોટા વિષયામાંથી અને અસત્ય, ચૌ' વગેરે પાપામાંથી પેાતાનું રક્ષણ કરનારા ભિક્ષુ જ મેક્ષના કારણરૂપ સમાધિ નિઃસશય પ્રાપ્ત કરે છે. માટે ભિક્ષુએ પ્રીતિ અને અપ્રીતિ ઉપર વિય મેળવી, તૃણુ, ઠંડી, ગરમી, ડશ વગેરે શારીરિક કષ્ટોથી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org