________________
મહાવીરસ્વામીને સંયમધમ મોક્ષમાર્ગમાં જ પ્રબળ પુરુષાર્થ આદરે છે. આ વીરત્વ ધર્મવીરનું છે. [૧૫–૧૮]
તે પ્રાણની હિંસા કરતો નથી; ચેરી કરતો નથી; વિશ્વાસઘાત કરતા નથી; જૂઠું બેલતો નથી; ધર્મનું ઉલ્લંધન મનવાણીથી ઈચ્છતો નથી; તથા જિતેન્દ્રિય થઈ આત્માનું સર્વ પ્રકારે રક્ષણ કરતા વિચરે છે. તે થોડું ખાય છે, થોડું પીવે છે, તથા ડું બેલે છે, તે ક્ષમાયુકા અને નિરાતુર બની સદા પ્રયત્નશીલ રહે છે, તથા સર્વ પ્રકારની પાપવૃત્તિઓને ત્યાગ કરી, તિતિક્ષાને પરમધર્મ સમજી, ધ્યાનયોગ આચરતો મેક્ષ પર્યત વિચરે છે. [૧૯-૨૧; ૨૫-૬]
આમ, જ્ઞાની તેમજ અજ્ઞાની બંને સમાન વીરત્વ દાખવતા હોવા છતાં, અધૂરા જ્ઞાનવાળાનું કે છેક જ અબોધનું ગમે તેટલું પરાક્રમ હોય તો પણ તે અશુદ્ધ છે તથા કર્મબંધનનું કારણ છે; પરંતુ જ્ઞાન અને બધયુકત પુરુષનું પરાક્રમ શુદ્ધ છે અને તેનું કાંઈ ફળ તેને ભોગવવું પડતું નથી.
ચોગ્ય માર્ગે કરેલું તપ પણ જે કીર્તિની ઇચ્છાથી કરાયું હોય, તે તે પણ શુદ્ધ નથી. પરંતુ જે તપ બીજા જાણતા નથી, તે જ ખરું તપ છે. [૨૨-૨૪]
આમ કહી, શ્રીસુધર્મસ્વામી થોભ્યા.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org