________________
કરાવન
અને હવે શાણા : હાઈ હેય છે
સાચું વીરત્વ
૧૧૯ વેરભાવયુક્ત બની, મન વચન અને કાયાથી આ લોક કે પરલોકને લગતાં કર્મો કરવામાં – ટૂંકમાં, જેથી આત્માનું અહિત થાય, એવી રાગદ્વેષયુકત પ્રવૃત્તિઓમાં – દાખવેલું વીય અથવા પરાક્રમ, સંસાર પ્રાપ્ત કરાવનાર કર્મ (બંધન)નું કારણરૂપ હેઈ, હેય છે. [૧-૯]
હવે શાણું લેકોનું અકર્મવીર્ય કહું છું, તે સાંભળ. બુદ્ધિમાન પુરુષ સમજે છે કે, જેમ જેમ માણસ વધારે ને વધારે પાપકર્મ કર્યું જાય છે, તેમ તેમ ચિત્તની અશુભતા વધતી જાય છે, અને મનુષ્ય વધારે ને વધારે વેરેમાં બંધાતો જઈ અંતે દુ:ખને જ ભાગી થાય છે. ઉપરાંત, સ્વગદિસ્થાને પણ નિત્ય રહેનારાં નથી; તથા સગાંસંબંધી અને મિત્રો સાથે સહવાસ પણ અનિત્ય છે. તેથી, સમજુ લોક બધી મમતાને ત્યાગ કરી, સર્વ શુભધર્મયુકત અને શ્રેષ્ઠ પુરુષએ કહેલા તથા મુક્તિ માર્ગે લઈ જનારા આર્ય ધર્મનું શરણ લઈ પાપકર્મરૂપી કાંટાને મૂળમાંથી ખેંચી કાઢવા ધર્મ અનુસાર પ્રબળ પુરુષાર્થ કરે છે. કારણ, પિતાના કલ્યાણને જે કોઈ ઉપાય જણાવામાં આવે, તે બુદ્ધિશાળી મનુષ્ય જીવન દરમ્યાન તરત જ શીખી લે છે. [૯–૧૫]
તે બુદ્ધિશાળી મનુષ્ય, સ્વબુદ્ધિથી કે બીજા પાસેથી ધર્મનું રહસ્ય સમજી લઈ તેમાં પૂર્ણભાવે પ્રયત્નશીલ થવા, ઘરબારને ત્યાગ કરી ચાલી નીકળે છે. કાચ જેમ પિતાનાં અંગે પિતાના શરીરમાં સમેટી લે છે, તેમ તે સર્વ પાપવૃત્તિઓને, તથા હાથપગ વગેરે કર્મેન્દ્રિ અને પાંચે જ્ઞાનેન્દ્રિયો સહિત મનને અને તેમના દોષને પોતામાં સમેટી લે છે; સર્વ પ્રકારની સુખશીલતાને ત્યાગ કરે છે; અને કામનાઓથી ઉપશાંત થઈ, આસક્તિ વિનાનો બની,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org