________________
મહાવીરસ્વામીને સંયમ ધર્મ તથા નિર્દોષ પાણી માગી લાવી, પછી શરીરની તથા કપડાંની ટાપટીપ અર્થે નાહવાધેવામાં તેને વાપરે છે. એવા ભિક્ષુઓ સાચા ભિક્ષુપણાથી ક્યાંય દૂર છે. બુદ્ધિમાન ભિક્ષુ તે પિતામાંથી સર્વ પાપ દૂર થઈ સંયમધર્મમાં પૂર્ણતા પ્રાપ્ત થાય એ અર્થે જ શરીર ધારણ કરતું હોય છે. તેણે સર્વ સંગે તથા સર્વ પ્રકારના કામોની આસકિતનો ત્યાગ કર્યો હોય છે, તે સર્વ જીવોને અભયદાન દેનારે તથા નિર્મળ અંત:કરણવાળા હોય છે; પિતામાં રહેલી સર્વ પાપવૃત્તિઓ સામે, તે સંગ્રામને ખરે ખૂઝનારા વીરની પેઠે સૂઝતું હોય છે, તથા પિતાનું પરિપૂર્ણ પરાક્રમ દાખવતે હોય છે. તેમાં તે બધી તરફથી (આંતરબાહ્ય શત્રુઓ વડે) પાટિયાની પેઠે ભલે છેલાઈ જાય, કે મેત પણ આવીને ઊભું રહે; પણ, એક વાર કર્મોને ખંખેરી નાખ્યા પછી, ધરી ભાગેલા ગાડાની પેઠે, ફરી તે સંસાર તરફ ડગલું ભારતે નથી. [૨૧-૩૦]
આમ કહી, શ્રીસુધર્માસ્વામી થેભ્યા.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org