________________
અધર્મીઓનું વર્ણન સ્થાવરજંગમ સર્વ પ્રાણુઓની હિંસાથી સર્વ પ્રકારે વિરત થવું તથા બીજાં પણ વિવિધ પાપકર્મોથી પોતાના આત્માનું રક્ષણ કરવું. કારણ, દરેક પાપ કરનારાને અંતે રડવું પડે છે તથા રિબાવું પડે છે. [૧૪-૨૦]
આ તે વિધર્મી લોકોની વાત પણ થઈ, પરંતુ સદ્ધર્મ રૂપી માર્ગ પામેલા જૈન ભિક્ષુઓમાંના પણ કેટલાક, અમુક બાહ્ય આચારનું પાલન કરી, પછી બીજી રીતે અનાચાર કરે છે. તેઓ પણ અધર્મીઓ જ છે. જેમકે, કેટલાક ભિક્ષુઓ કંદ, બીજ વગેરે સજીવ આહારને ત્યાગ કરે છે, તથા જીવ વિનાનું તથા બીજાએ પોતાના ઉપયોગ માટે તૈયાર કરેલું નિર્દોષ અન્નપાણું પ્રાપ્ત કરવાને વ્યવહાર પાળે છે; પરંતુ પછી તે નિર્દોષ ભિક્ષાને પણ સંધરે કરે છે; અથવા જ્યાં સ્વાદવાળી ભિક્ષા મળતી હોય, તેવા ઘર તરફ ઉત્સાહથી દોડે છે; અથવા ઉદર ભરવાની લાલસાથી ધર્મોપદેશ આપે છે; અથવા અન્નને કારણે પિતાની કે બીજાની પ્રશંસા કરે છે; અથવા અન્યની ખુશામદ કરે છે. નીવારના લોલુપ ડુક્કરની પેઠે અન્નલાલુપ તે ભિક્ષુઓ, ભેડા જ વખતમાં આચારભ્રષ્ટ, કુશીલ તથા દાણા વિનાનાં ફોતરાં જેવા નિઃસાર થઈ, વિનાશ પામે છે. સાચા ભિક્ષુએ તે ઓળખાણ ન હોય તેવે ઠેકાણે જઈ ભિક્ષા મેળવવા પ્રયત્ન કરે, તેમજ પિતાની તપશ્ચર્યાને કારણે પૂજનસત્કારની આકાંક્ષા ન રાખવી. મુનિને આહાર સંયમના નિર્વાહાથે જ હોય. તે જ પ્રમાણે નિર્દોષ પાણીને પણ જીવવા પૂરતો જ ઉપયોગ કરવાને હેય. કારણ, ગમે તેટલું નિર્દોષ હોય તે પણ, પાણીમાત્રના ઉપયોગમાં કર્મબંધન રહેલું જ છે. છતાં, કેટલાય જૈન ભિક્ષુઓ આચાર પ્રમાણે, બીજાએ ઉપયોગમાં લીધેલું, ગરમ કરેલું, નિર્જીવ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org