SearchBrowseAboutContactDonate
Page Preview
Page 129
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૧૨ મહાવીરસ્વામીને સંયમ ધર્મ વ્યંતર કહેવાય છે. (૩) સૂર્ય, ચંદ્ર, ગ્રહ, નક્ષત્ર, તારા એ પાંચ પ્રકારના દેવ જ્યોતિષ્ક કહેવાય છે. (૪) વૈમાનિક દેના બે પ્રકાર છે : ૧. કલ્પમાં રહેનારા અને ૨. કલ્પાતીત. સૌધર્મ, ઐશાન, સાનકુમાર, માહેન્દ્ર એમ કલ્પના બાર વિભાગ છે. એ બાર કલ્પની ઉપર કલ્પાતીત દેનાં નવ રૈવેયક અને (વિજય, વૈજયંત, જયંત, અપરાજિત અને સર્વાર્થસિદ્ધ એ પાંચ અનુત્તર વિમાનો છે. તેમની ઉપર મુક્ત જીવોનું સિદ્ધક્ષેત્ર જ છે. ક ૨૪માં જે લવસત્તમ દેવાની વાત છે, તે પાંચ અનુત્તર (કે અનુત્તરમાંથી પાંચમા) વિમાનમાં રહેનારા દેવની વાત છે. તેમનું આયુષ્ય સંસારી જીવોમાં સૌથી વધારે (૩૩ સાગરોપમ વર્ષ) છે. એ જ શ્લોકમાં સુધર્માની સભાની વાત છે. તે કલ્પપપન્ન વૈમાનિકેમાંના પહેલા સ્વર્ગ સૌધર્મકલ્પના શક નામના ઇદ્રની સભાની વાત છે. ટિપ્પણ ન૪: આર્ત, રૌદ્ર, ધર્મ અને સુલ એવા યાનના ચાર ભેદ છે. તેમાંથી પ્રથમ બે સંસારનાં કારણ હોઈ હે છે. અપ્રિય વસ્તુ કે દુ:ખના વિગ માટે તથા પ્રિય વસ્તુને પ્રાપ્ત કરવા માટે સતત ચિંતા કર્યા કરવી તે આર્તધ્યાન, અને હિંસા, અસત્ય, ચેરી અને વિષયરક્ષણ ઇ. માટે સતત્ ચિંતા તે રૌદ્રધ્યાન. જ્ઞાનીઓએ શી આજ્ઞા કરી છે, દોષ કયા છે, તેમાંથી કેમ છુટાય વગેરે ધાર્મિક બાબતોને વિચાર કરવામાં મનોગ આપો તે ધર્મધ્યાન. શુક્લધ્યાન એ વધુ સૂક્ષ્મ છે : આખા જગતના ભિન્ન ભિન્ન વિષયોમાં અસ્થિરપણે ભટક્તા મનને કોઈ પણ એક વિષય ઉપર લાવી સ્થિર કરવામાં આવે, અને પછી એક વિષય ઉપર સ્થિરતા આવતાં છેવટે મન પણ તદ્દન શાંત-નિખૂકંપ થઈ જાય, અને શરીરની શ્વાસોચ્છાસ જેવી સૂક્ષ્મ ક્રિયાઓ પણ અટકી જઈ, આત્મપ્રદેશનું સર્વથા અકંપપણું પ્રગટે, તે વખતે સર્વ આસો, અને બંધનો નિષેધ થઈ, સર્વ કર્મો ક્ષીણ થાય છે અને જ્ઞાનનાં બધાં આવરણે વિલય પામી, સર્વજ્ઞપણું પ્રગટે છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005001
Book TitleMahavir swamino Sanyam Dharm
Original Sutra AuthorN/A
AuthorGopaldas Jivabhai Patel
PublisherJain Sahitya Prakashan Mandir
Publication Year1942
Total Pages282
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, & Canon
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy