________________
અધ્યયન ૫
પાપનું ફળ મેં સુધર્માએ એક વાર મહર્ષિ કેવલી મહાવીરને પૂછ્યું હતું: “હે મુનિ ! અજ્ઞાનીઓની નરકમાં શી દશા થાય છે ? ત્યાં કેવા પ્રકારનાં દુઃખ હોય છે? હું એ જાણતા નથી, તો તે મને કહો.” [૧]
એટલે તીવ્રબુદ્ધિ કાશ્યપે જવાબ આપે, “સાંભળ, દુષ્કર્મીએ દીન બનીને કેવાં અપાર દુઃખે ભગવે છે, તે હું કહું છું. પોતાના જીવને અર્થે પાપકર્મો કરનારા મંદબુદ્ધિ દૂર લેકે; પિતાના સુખને કારણે પ્રાણુઓની છડેચોક હિંસા કરનારા; તેમને વિવિધ રીતે રિબાવનારા; ચેરી કરનારા; જરા પણ સંયમધર્મ નહિ રાખનારા ને ધૃષ્ટતાપૂર્વક નિરંતર પ્રાણુ વધ કર્યો જનારા; -- આવા આવા દુષ્કર્મી અજ્ઞાની લેકે નરકગામી બને છે. [૨-૫]
હિંસા ન પણ ગણવા
અગામી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org