SearchBrowseAboutContactDonate
Page Preview
Page 120
Loading...
Download File
Download File
Page Text
________________ સ્ત્રીપ્રસંગ ૧૦૩ હું મારા કેશ ટૂંપાવી નાખી સાધ્વી બનવા તૈયાર છું. પરંતુ મને મૂકીને ક્યાંય ચાલ્યા ન જશો. પણ પછી, જ્યારે તે ભિક્ષુ બરાબર પિતાને વશ થાય છે, ત્યારે તે સ્ત્રી તેને તિરસ્કાર કરવા માંડે છે. તથા પિતાનાં સારાનરસાં બધાં કામ તેની પાસે કરાવવા લાગે છે. તેને નવું ભિક્ષાન્ન ભાવે નહીં, એટલે તે શાક રાંધવા તપેલી, શાક, તથા બળતણની વ્યવસ્થા કરવાનું તેને કહે છે. પિતાનાં એંઠાં વાસણ પણ તેની પાસે જ મંજાવરાવે છે તથા પગચંપી પણ કરાવે છે. તેને માટે ગંધ, રજોયણું વગેરે પદાર્થો, અન્નવસ્ત્ર તથા (વાળ ટૂંપાવવાનું સહન ન થતું હોવાથી) હજામની જોગવાઈ પણ તેને જ કરવી પડે છે. [૧૬] આ તે સાધ્વી બનેલી સ્ત્રી સાથેના ગૃહસંસારની વાત થઈ. પણ જે તે ભિક્ષુ ગૃહસ્થી સ્ત્રી સાથે જ બંધાઈ જાય છે, તે તે પછી તેને માટે લાવવાની વસ્તુઓને પાર નથી રહે. સવારમાં જ દાંત સાફ કરવાનું મંજન, નાહવા માટે લોધચૂર્ણ તથા આમળાં, મેએ ઘસવાનું તેલ, ઠે લગાડવાનું નંદીચૂર્ણ, અંબેડે પહેરવા લેધકુસુમ, નાકના વાળ ટૂંપવાનો ચીપિય, વાળ ઓળવાને કાંસકે, વેણું બાંધવાની ઊનની દોરી, તિલક કરવાની અંજનની સળી તથા કંકુ, અને કાજળ; પછી પહેરવાનાં વસ્ત્રો અને આભૂષણ; ત્યાર બાદ ખાવાપીવાની તથા તેનાં સાધનાની જોગવાઈ : ઘડે, તપેલી, શાકપાન, અનાજ, સૂપડું, ખાંડણિયો વગેરે; અને ખાધા બાદ જોઈતાં સેપારી તથા તંબળ. તે ઉપરાંત છત્રી, મેજડિયે, સીવવાના સોયદેરા, કપડાં ધોવા માટે કુંડી તથા ખાર અને કપડાંનો રંગ ઝાંખો થાય એટલે તેમને અવારનવાર રંગાવવાની વ્યવસ્થા પણ કરવાની. સંગીત Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005001
Book TitleMahavir swamino Sanyam Dharm
Original Sutra AuthorN/A
AuthorGopaldas Jivabhai Patel
PublisherJain Sahitya Prakashan Mandir
Publication Year1942
Total Pages282
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, & Canon
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy