________________
જુદાં જુદાં વિદને
વળી કેટલાક ભિક્ષુઓ પહેલેથી જ આતમવિશ્વાસ વિનાના હોય છે. સ્ત્રીઓ વગેરેથી કે ગરમ પાણી પીવા વગેરેના કડક નિયમથી પિોતે કયારે હારી જશે, તેને ભરે એમને નથી હોતો. તેઓ પ્રથમથી જ, તેવો પ્રસંગ આવે ત્યારે આજીવિકામાં વાંધો ન આવે તે માટે, વૈદક, જ્યોતિષ વગેરે ગુજરાનનાં સાધન શોધી રાખે છે. આવા માણસેથી કાંઈ જ થઈ શકતું નથી. કારણ, મુશ્કેલી આવે ત્યારે તેની સામે ઝૂઝવાને બદલે, તેઓ પહેલેથી શોધી રાખેલાં બચાવનાં સાધનોને આશરે લઈ બેસી જાય છે. મુમુક્ષુએ તે પ્રાણ હાથમાં લઈ નિઃશંકતાથી અડગપણે પિતાના માર્ગમાં આગળ વધવું જોઈએ. [૧૭]
ભિક્ષુને વળી ભિન્ન ભિન્ન આચારવિચારવાળા પરતીથિકાના આક્ષેપોનો પણ સામનો કરવાનો હોય છે. તે વખતે પોતાના માર્ગમાં દૃઢ નિશ્ચય વિનાને ભિક્ષુ ગભરાઈ જાય છે અથવા શંકિત બની જાય છે.
પરતીથિ કે દ્વેષથી તેને ઉતારી પાડવા, તેના આચારવિચાર વિષે ગમે તેવા આક્ષેપ કરે છે. તે વખતે બુદ્ધિશાળી ભિક્ષુએ ગભરાયા વિના, ચિત્તને સ્વસ્થ રાખી, અનેક ગુણેથી યુકત એવી યુકિતસંગત વાણીથી તેમને રદિયો આપો. કેટલાક પરતીર્થિક, જૈન ભિક્ષુઓ સામે એવો આક્ષેપ કરે છે કે, “તમે લેકે પિતાના સંધને કઈ ભિક્ષુ માંદ પડે ત્યારે, તેને માટે ભિક્ષા માગી લાવી તેને ખવરાવે છે. એટલે તમે એકબીજામાં આસક્તિવાળા તથા
૧. બીજા તીર્થ –ધમમાર્ગ–ને અનુસરનાર, પરવાદી.
એને
સ ધને
સાવે છે. એટલે તેને માટે જ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org