________________
મહાવીરસ્વામીને સંયમધમી હે તાત ! તું ઘેર પાછો ચાલ. તારે હવે કાંઈ કામ નહીં કરવું પડે. અમે બધા તને મદદ કરીશું. તારું દેવું અમે વહેંચી લીધું છે અને વેપારધંધા માટે તારે ફરી પૈસા જોઈતા હશે તે પણ અમે આપીશું. માટે એક વાર તું પાછો ચાલ. પછી તને ન ફાવે તે ભલે પાછો ચાલ્યો જજે. એમ કરવાથી તારા શ્રમણપણને વાંધે નહીં આવે.” આ બધું સાંભળી, સ્નેહીઓના દુસ્તર સ્નેહબંધમાં બંધાયેલો નબળા મનને માણસ ઘર તરફ દેડવા માંડે છે. અને તેનાં સંબંધીઓ પણ, એક વાર તે હાથમાં આવ્યો એટલે તેને ચારે બાજુથી ભેગવિલાસમાં જકડી લઈ, પળ વાર વીલે મૂકતાં નથી.
આ ઉપરાંત બીજા પણ ઘણાં પ્રલોભને છે. કોઈ પવિત્ર જીવન ગાળનારા ઉત્તમ સાધુને જોતાં જ રાજાઓ, અમાત્ય તથા બ્રાહ્મણક્ષત્રિયો તેને વીંટળાઈ વળે છે અને સત્કારપૂર્વક તેને પિતાને ત્યાં નિમંત્રણ આપે છે. તેઓ કહે છે, “હે મહર્ષિ ! અમારે આ રથવાહન,
સ્ત્રી, અલંકાર, શમ્યા વગેરે સર્વ પદાર્થો આપના જ છે. આપ કૃપા કરી તેમને સ્વીકાર કરો, જેથી અમારું કલ્યાણ થાય. અમારે ત્યાં પધારવાથી આપના વ્રતને ભંગ નહીં થાય. તે ઉપરાંત, હવે આપે ઘણું તપશ્ચર્યા કરી છે. હવે આવા પદાર્થોને સ્વીકાર કરવાથી આપને દોષ નહિ લાગે. ” આવું સાંભળી, પરાણે ભિક્ષુ જીવન ગાળતા તથા તપશ્ચર્યાથી કંટાળેલા નબળા લેકે, ઢળાવ ચડતા ઘરડા બળદની પેઠે, અધવચ બેસી પડે છે અને કામભોગોથી ભાઈ સંસાર તરફ પાછા ફરે છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org