________________
સૂત્રકૃતાંગ” એ જૈન આગમને એક પ્રાચીન તેમજ બહુ મૂલ્યવાન ગ્રન્થ છે. એમાં “નવા દીક્ષા પામેલા શ્રમણોને સંયમમાં સ્થિર કરવા માટે અને તેઓની મલિન મતિને શુદ્ધ કરવા માટે જૈન સિદ્ધાન્તોનું વર્ણન કરવામાં આવ્યું છે, એટલું જ નહિ પણ, વર્તમાન સમયના વાચકને, જેને આપણું દેશની પ્રાચીન બુદ્ધિ સંપત્તિ જાણવા ઉત્સુકતા હોય, તેને જૈન સાથે જૈનેતર “બીજા વાદીઓના સિદ્ધાંત જાણવાનું પણ મળે છે. તેમજ કઈ ભાઈને ભૌતિક જીવનમાંથી આધ્યાત્મિક જીવનમાં ઊંચે ચઢવા ઈચ્છા હોય, તેને જૈન-જૈનેતર એવા શુદ્ર ભેદની પાર વિરાજતા “જીવઅજીવ, લોક-અલક, પુણ્ય–પાપ, આસવ–સંવર, નિર્જરા, બધ અને મોક્ષ” એ પદાર્થોનું વિવેચન સાહાટ્યકારી થાય છે.
મને આ હમેશાં આશ્ચર્ય લાગ્યા કર્યું છે, અને જે કઈ ભાઈ આપણું પ્રાચીન ધર્મગ્રન્થનું નિષ્પક્ષપાત અને તત્ત્વગ્રાહિણી દૃષ્ટિથી અવલોકન કરશે તેને એ આશ્ચર્ય લાગ્યા વિના રહેશે નહિ, કે જૈન, બૌદ્ધ અને બ્રાહ્મણ યાને વૈદિક ધર્મના અનુયાયીઓ વચ્ચે આટલો વિરેાધ શો ? કહેવાતા ત્રણ ધર્મ તે વસ્તુતઃ એક જ ધર્મની ત્રણ શાખાઓ છે. એઓનાં તત્ત્વજ્ઞાનનાં દર્શનમાં વિરોધ હોય એમાં આશ્ચર્ય નથી. કારણકે, તત્વ એવો વિશાળ પદાર્થ છે કે આંધળાના હાથી પેઠે દરેક જિજ્ઞાસુ એનું અપૂર્ણ સ્વરૂપ ગ્રહણ કરે અને એશ ( part) ને કૃત્ન (whole) માની લઈ, પરસ્પર અજ્ઞાનથી લઢી પડે એ સ્વાભાવિક છે. પણ આ જાતને વિરોધ તે તે તે ધર્મનાં અવાન્તર દર્શનમાં
a
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org