________________
૯૬
મહાવીરસ્વામીને સંયમધમ તથા દૂરને વિચાર કરી, શરૂઆતમાં ગમે તેટલી મુશ્કેલીઓ આવી પડે તેપણું, પિતાના માર્ગમાં અડગ રહીને વિચરવું. આ પ્રકારે જે સતત્ સંયમધર્મનું સંપૂર્ણ પાલન કરી શકે છે, તથા સર્વ પ્રકારની આસક્તિ દૂર થવાથી જેની પ્રજ્ઞા સરવર જેવી નિર્મળ બની છે, તે મુનિ ધર્મને તથા પ્રવૃત્તિઓને અંત પામી શકે છે અને જગતના પદાર્થોમાં મમત્વવાળા અને પોતાની કામનાઓ તૃપ્ત ન થવાથી શેક કરતા અન્ય સંસારીઓને ઉપદેશ વડે માર્ગ બતાવી શકે છે. સંસારના સર્વ પ્રાણેને સુખદુઃખની બાબતમાં પોતાની સમાન જાણી, સર્વ પ્રકારની હિંસાથી વિરત થયેલો તે મુનિ, અંતકાળ પૂર્વે જ જ્ઞાન પ્રાપ્ત કરી કૃતકૃત્ય થાય છે. માટે જગતના પદાર્થોને આ લોકમાં તેમજ પરલોકમાં પણ દુઃખ આપનાર તથા ક્ષણભંગુર જાણ, ઘરનો ત્યાગ કરી બહાર ચાલ્યા આવે. પદાર્થોમાં તીવ્ર આસકિત તથા જગતનાં વંદનપૂજન, એ કાંટો બહુ સૂક્ષ્મ છે તથા મહાકટે કાઢી શકાય તેવું છે. માટે બુદ્ધિશાળી પુરુષે જગતના સંસર્ગને ત્યાગ કરી, એકલા થઈ જવું અને મનવાણુને અંકુશમાં રાખી, સમાધિ અને તપમાં પરાક્રમી બનવું. [૧-૧૨]
પરંતુ, એમ સર્વ સંબંધોને ત્યાગ કરી, એકલા ફરવું ઘણું મુશ્કેલ છે. એકલા વિચરનાર ભિક્ષુને નિર્જન સ્થાનોમાં કે શૂન્ય ઘરમાં નિવાસ કરવાનું હોય છે. ત્યાં જમીન ઊંચીનીચી હોય, ડાંસમચ્છર હોય તેમજ સાપ વગેરે ભયંકર પ્રાણીઓને પણ વાસ હોય. છતાં, તેણે તેથી ગભરાઈને, બારણાં બંધ કરી કે ઘાસ પાથરી, રસ્તો ન કાઢો. કારણ તેણે તે ભલેને જીતવાના જ છે. તો જ તે એવી નિર્જન જગાઓમાં
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org