________________
ત્રણ રત્નો आहारे व विहारे देसं कालं समं खमं उवधिं । जाणित्ता ते समणो वट्टदि जदि अप्पलेवी सो ॥
આહાર કે વિહારની બાબતમાં શ્રમણ જે દેશ, કાળ, શ્રમ, શક્તિ અને (બાળવૃદ્ધત્વાદિ) અવસ્થાને જઈ–વિચારીને આચરણ કરે, તે તેને ઓછામાં ઓછું બંધન થાય છે. [૩,૩૧]. શાસ્ત્રજ્ઞાન :
एयग्गगदो समणो एयग्गं णिच्छिदस्स अत्थेसु । णिच्छित्ती आगमदो आगमचेट्टा तदो जेट्टा ॥
મુમુક્ષુનું સાચું લક્ષણ એકાગ્રતા છે. પરંતુ, જેને પદાર્થોને સ્વરૂપનો યથાર્થ નિશ્ચય થયો હોય, તે જ એકાગ્રતા પ્રાપ્ત કરી શકે. પદાર્થોના સ્વરૂપનો નિશ્ચય શાસ્ત્ર દ્વારા જ થઈ શકે; માટે શાસ્ત્રજ્ઞાન મેળવવાનો પ્રયત્ન સૌ પ્રયત્નોમાં ઉત્તમ છે. [૩,૩૨]
आगमहीणो समणो णेवप्पाणं परं वियाणादि । अविजाणतो अत्थे खवेदि कम्माणि किध भिक्खू ।।
શાસ્ત્રજ્ઞાન વિનાને મુમુક્ષુ ન પિતાનું કે પરનું સ્વરૂપ સમજી શકે; અને જેને પદાર્થોના સ્વરૂપની સમજ નથી, તે કર્મોનો ક્ષય કેવી રીતે કરી શકે? [૩,૩૩]
आगमचक्खू साहू इंदियचक्खूणि सव्वभूदाणि । देवा य ओहिचक्खू सिद्धा पुण सव्वदो रक्खू ॥
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org