________________
૧૨૬
ત્રણ રને . થાય છે; એ સિવાય બીજી કોઈ રીતે તેમની સિદ્ધિ થઈ શકે તેમ પણ નથી. તે તેનો ખુલાસો શો ?
એ વાત સાચી છે કે, આત્મા પ્રકૃતિ (એટલે કે કર્મ અને તેનાં ફળ)ને કારણે વિવિધ વિભાવરૂપે ઉત્પન્ન થાય છે કે નાશ પામે છે; તે પ્રમાણે પ્રકૃતિ પણ આત્માના તે વિભાવને કારણે (જ્ઞાનાવરણયાદિ કર્મરૂપે) ઉત્પન્ન થાય છે અને નાશ પામે છે. જ્યાં સુધી અજ્ઞાનને લીધે આત્મા પ્રકૃતિ અને તેનાં ફળમાંથી અહં–મમ–બુદ્ધિને ત્યાગ નથી કરતે, ત્યાં સુધી તે અજ્ઞાની, મિથ્યાષ્ટિ અને અસંયમી રહે છે; તથા ત્યાં સુધી તેને તે કારણે નવાં કર્મો બંધાતાં રહી, તેને સંસાર વધતું જાય છે. પરંતુ, જ્યારે વિવેકબુદ્ધિ પ્રાપ્ત કરી, તે અનંત કર્મફળમાંથી અહ-મમ-બુદ્ધિ તજી દે છે, ત્યારે તે વિમુક્ત, જ્ઞાયક, દર્શક અને મુનિ (એટલે કે સંયત) થાય છે. [૩.૩૦૯-૧૫] - અજ્ઞાની પ્રકૃતિ સ્વભાવમાં સ્થિત થઈને કર્મફળ ભોગવે છે; પરંતુ જ્ઞાની ઉદયમાં આવેલ કર્મફળને જાણે છે, પણ ભોગવતો નથી. સાપ ગોળવાળું ગળું દૂધ રોજ પીવા છતાં જેમ ઝેરી મટતો નથી, તેમ અજ્ઞાની સારી પેઠે શાસ્ત્ર ભણવા છતાં પ્રકૃતિને ત્યાગતો નથી. પરંતુ, નિર્વેદયુક્ત બનેલો જ્ઞાની કમેનાં સારામાઠાં અનેકવિધ ફળ
૧. મૂળ અર્થ છે. “અજ્ઞાનથી તેને અને તેનાં પરિણામને પિતારૂપ માનીને.... – ટીકા
૨. “કર્મને અને કર્મફળને”. “ત્યાગતો નથી”, એટલે કે તેમાંથી અહ—મમ–બુદ્ધિ ત્યાગતો નથી– ટીકા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org