________________
૧૦
સર્વવિશુદ્ધજ્ઞાન આત્માનું ક વ કાઈ પણ દ્રવ્ય, પિતે જુદા જુદા શી રીતે ? ગુણવાળાં જે પરિણામે પામે છે,
તેમનાથી ભિન્ન નથી હોતું. જેમ સોનું પિતાનાં કડું વગેરે પરિણામોથી ભિન્ન નથી હોતું તેમ. તે પ્રમાણે, જીવ તથા અજીવ દ્રવ્યનાં જે પરિણામો સૂત્રમાં બતાવ્યાં છે, તે પરિણામોથી તે તે દ્રવ્ય અન્ય નથી. આત્મા બીજા કશાથી ઉત્પન્ન નથી થયો; તેથી તે કોઈ અન્યનું કાર્ય નથી. તે જ પ્રમાણે તે બીજા કોઈને ઉત્પન્ન કરતો નથી, તેથી કાઈ બીજાનું કારણ નથી. તેથી, વસ્તુતાએ જીવને જડ કર્મનો કર્તા કહે એ સંભવતું નથી; છતાં આપણે નિયમથી જોઈએ છીએ કે, કર્મને કારણે કર્તા (આત્મા) વિવિધ ભાગરૂપે ઉત્પન્ન થાય છે; અને કર્તાના ભાવને કારણે કર્મો જ્ઞાનાવરણુયાદિરૂપે ઉત્પન્ન
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org