________________
કર્તા અને કમ. બધાં જકર્મનાં પરિણામ છે, તેથી અચેતન છે. જેમ ચૈતન્ય એ જીવથી અનન્ય છે, તેમ જડ એવાં કેધ વગેરે પણ અનન્ય હોય, તે તે છવ અને અજીવ બંને એકરૂપ થઈ જાય, અને જે જીવ તે જ અજીવ એવું કહેવાવા આવે. [સ.૧૦૯-૧૫]
અલબત્ત, પુદ્ગલદ્રવ્ય જાતે કર્મભાવે પરિણામ પામી જીવ સાથે બંધાતું ન હોય, તો પછી સંસારના અભાવને જ પ્રસંગ આવે; કે સાંખ્ય સિદ્ધાંતની સ્થિતિ આવીને ઊભી રહે. તે જ પ્રમાણે જીવ પણ જાતે ક્રોધાદિરૂપે પરિણામ પામી કર્મમાં બંધાતો ન હોય, તો તે અપરિણમી ઠરે અને ઉપર મુજબ જ સંસારાભાવ વગેરે દોષ આવીને ઊભા રહે. માટે, પુદ્ગલદ્રવ્ય જાતે પરિણામસ્વભાવી હોઈ જાતે જ જ્ઞાનાવરણીયાદિ કર્મરૂપે પરિણમે છે, અને તે જ પ્રમાણે જીવ પણ પિતે જ ક્રોધભાવે પરિણમી ક્રોધરૂપ થાય છે, એમ સમજવું જોઈએ. [સ.૧૧૬-૨૫] પરંતુ, તેમાં યાદ રાખવાનું એટલું કે, જ્ઞાનીના ભાવ જ્ઞાનમય હોય છે; તેથી કર્મોને કારણે ઊભા થતા વિભાને તે પિતાનાથી ભિન્ન માને છે; પરંતુ અજ્ઞાનીના ભાવ અજ્ઞાનમય હોય છે, તેથી કર્મથી થતા ભાવોને તે પિતારૂ૫ માની તે–રૂપે પરિણમે છે અને નવું કર્મબંધન પ્રાપ્ત કરે છે; પરંતુ જ્ઞાની નથી પ્રાપ્ત કરતો. [સ.૧ર૬-૩૧] પારમાર્થિક દ્રષ્ટિ વ્યવહારદષ્ટિવાળા જ કહે છે કે
જીવને કર્મ બંધાય તેમ જ સ્પર્શે છે; પરંતુ, શુદ્ધ દૃષ્ટિવાળા તો કહે છે કે, જીવમાં કર્મ નથી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org