________________
૧૨.
ત્રણ રત્ન કર્મોના પરિણામને, તેમજ શિરીરાદિ “નકર્મ'ના પરિણામને આત્મા કરતો નથી એમ જે જાણે છે, તે જ્ઞાની છે. અનેક પ્રકારનું જડ ભાતિક કર્મ તથા તેનું અનંત ફળ જાણ્યા પછી, જ્ઞાની પુરુષ એ પરદ્રવ્યનાં પરિણામેરૂપે જાતે પરિણમતે નથી; તેમને ગ્રહણ કરતો નથી; કે તે–રૂપે ઉત્પન્ન થતું નથી. કારણકે, તે પોતાનાં અનેકવિધ પરિણામને ભિન્ન જાણતા હોય છે. [સ.૭૫-૯] કર્મબંધનનાં પરંતુ, અનાદિ કાળથી પિતાની સાથે કારણું બંધાયેલા મોહનીય કર્મને કારણે,
વાસ્તવિક રીતે શુદ્ધ અને નિરંજન એવો જીવ મિથ્યાત્વ, અજ્ઞાન અને અવિરતિભાવ એવા ત્રણ ભાવે પરિણામ પામતો આવ્યો છે, અને સામાન્ય રીતે મિથ્યાત્વ, અવિરતિ, કષાય અને યોગ એ ચાર જ કર્મબંધનનાં કારણ કહેવાય છે. અતત્ત્વમાં શ્રદ્ધા અને તત્ત્વમાં અશ્રદ્ધા એનું જ નામ “મિથ્યાત્વ'; વિષયકષાયમાંથી અવિરમણ – અનિવૃત્તિ – તેનું જ નામ “અવિરતિ” અથવા અસંયમ; જીવનું જે ક્રોધાદિથી કલુષિતપણું તેનું જ નામ કષાય'; અને મન–વાણી–કોયાની ત્યાજ્ય કે કર્તવ્ય શુભાશુભ પ્રવૃત્તિમાં ઉત્સાહ તેનું જ નામ “ગ'. એ બધાને કારણે કર્મ તરીકે બંધાવાને યોગ્ય પગલદ્રવ્ય (કામણવર્ગણાગતમ્) જ્ઞાનાવરણયાદિ આઠ કર્મ*રૂપે પરિણમી છવ સાથે બંધાય છે; અને એ બંધાયાને કારણે જીવ પાછા અજ્ઞાનાદિ વિપરીત ભાવરૂપે પરિણમે છે. [સ.૧૩૨-૬] પરંતુ એ
• જુઓ પા. ૮૦, નોંધ ૧.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org