________________
પ્રકાર
કર્તા અને કર્મ કર્મ બંધનો જ્યાં સુધી અજ્ઞાની છવ આત્મા અને
ક્રોધાદિ વિકાર (“આસવ') એ બે વચ્ચે
તફાવત જાણતા નથી, ત્યાં સુધી તે ક્રોધાદિમાં પ્રવર્તે છે. તેને કારણે કર્મોનો સંચય થાય છે. સર્વજ્ઞાએ જીવને કર્મોને બંધ એ પ્રકારે કહ્યો છે. પરંતુ, જ્યારે જીવને આત્મા અને ક્રોધાદિ વિકારે વચ્ચેનો ભેદ જણાય છે, ત્યારે તેને બંધ નથી થતો. કારણકે, જીવ જ્યારે વિકારનું અશુચિપણું, (જડપણરૂપી) વિપરીતપણું, અધ્રુવપણું, અનિત્યપણું, અશરણુપણું તથા દુઃખના કારણ-હોવાપણું જાણે છે, ત્યારે તેમાંથી નિવૃત્ત થઈ જાય છે. તે સમજે છે કે, હું તે એક છું, શુદ્ધ છું, નિર્મળ છું, તથા જ્ઞાન-દર્શનથી પૂર્ણ છું. માટે એ શુદ્ધ ભાવમાં સ્થિત તથા લીન થઈ, હું આ બધા વિકારને ક્ષય કરું. [સ૬૮-૭૪]
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org