________________
૪. અતિચારે - પ. ફેટજીવિકા : તળાવ કૂવા વગેરે ખોદવાં, પથ્થર ફેડવા, વગેરે પૃથ્વીધાતક કર્મો વડે જીવિકા ચલાવવી. .
૬. દંતવાણિજય : હાથી વગેરેના દાંત, ચમરી વગેરેના કેશ, ઘુવડ વગેરેના નખ, શંખ વગેરેનાં અસ્થિ, વાઘ વગેરેનાં ચામડાં તથા હંસ વગેરેનાં રેમ ઈત્યાદિ જંગમ પ્રાણીઓના અંગે તેમને ઉત્પત્તિસ્થાને જઈ ભેગાં કરી-કરાવી વેપાર કરવો તે.
છે. લાક્ષાવાણિજ્ય : લાખ મનઃશિલ, ગળી, ધાવડી, ટંકણખાર વગેરેને વેપાર કરવો તે.
૮. રસવાણિજયઃ માખણ, ચરબી, મધ, સુરા વગેરેને વેપાર કરે તે.
૯. કેશવાણિજ્ય: બેપગ, ચેપગાં વગેરે પ્રાણીઓને વેપાર કરે તે.૩
૧૦. વિષવાણિયઃ વિષ, હથિયાર, હળ, રંટ વગેરે યંત્ર, કેશ કેદાળી વગેરે લોઢાની ચીજો, તથા હડતાળ વગેરે જીવનાશક વસ્તુઓને વેપાર કરે તે.
૧૧. યંત્રપડાકર્મ : તલ, શેરડી, સરસવ, દિવેલી વગેરે પીલવાનાં ઘાણી કેલું વગેરે તથા પાણું કાઢવાના રેટ વગેરે ચલાવવાં તે.
૧૨. નિલંછનકર્મ: બળદ વગેરેનાં નાક વીંધવાં, ગાય ઘોડે વગેરે પ્રાણીઓને આંકવાં, આખલા વગેરેને ખસી કરવા, ઊંટ વગેરેની પીઠ ગાળવી, ગાય વગેરેને કાનની ચામડી કાપવી, વગેરે કર્મોથી આજીવિકા ચલાવવી તે.
* ૧. ટીકામાં જણાવ્યું છે કે, ઉત્પત્તિસ્થાન સિવાયને બીજે સ્થળે તે બધાં ખરીદે કે વેચે તેમાં દોષ નથી. કારણ કે, ઉત્પત્તિસ્થાનમાં તો તે મેળવવા માટે પિસા આપી છે તે પ્રાણીઓ મરાવવાં પડે છે. - ૨. તેની છાલ, ફલ વગેરેમાંથી દારૂ ગળાય છે.
૩. સજીવ પ્રાણીઓને વેપાર તે કેશવાણિજ્ય પ્રાણીઓનાં અજીવ અને વેપાર તે દંતવાણિજ્ય, એ ભેદ છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org