________________
- ૪. અતિચારે અતિચાર કહેવાય તેવી જ રીતે રાજા તરફથી ઈનામ વગેરે કંઈ મળે, તેને વ્રતની અવધિ પૂરી થાય ત્યારે પાછું લેવાના અભિપ્રાયથી બીજાને આપી દે (“દાન”), તે તે પણ અતિચાર કહેવાય. જેણે સાચું વ્રત લીધું હોય, તેણે આ પાંચમાંથી એક પણ પ્રકારે પિતાની નિયત સંખ્યાનું ઉલ્લંઘન ન કરવું. [૩/૯૪-૫] દિગ્વિરતિવ્રતના અતિચાર આ પ્રમાણે છે: “સ્મૃતિ અંતર્ધાન', એટલે
કે કઈ દિશામાં જેટલા જન વગેરેનું પ્રમાણ પિતે વિરતિવ્રતના સ્વીકાર્યું હોય, તેને વ્યાકુલતા, પ્રમાદ, મતિમંદતા
તિવારો વગેરે કારણે ભૂલી જવું તે; “ઉર્વવ્યતિક્રમ',
- “અધેવ્યતિક્રમ” અને “તિય વ્યતિક્રમ” એટલે કે ઊંચે જવાનું, નીચે જવાનું કે તીરછા જવાનું જે પ્રમાણ નક્કી કર્યું હોય, તે બેકાળજીથી વટાવી જવું તે; તથા “ક્ષેત્રવૃદ્ધિ', એટલે કે જુદી જુદી દિશાઓનું જુદું જુદું પ્રમાણ નક્કી કર્યા બાદ, ઓછા પ્રમાણુવાળી દિશામાં જવાને ખાસ પ્રસંગે પ્રાપ્ત થાય ત્યારે બીજી દિશામાંના રવીકારેલા પ્રમાણમાંથી અમુક ભાગ ઘટાડી ઇષ્ટ દિશાના પ્રમાણમાં વધારે કરે તે. [૩/૯૬ ]. ભોગપભેગમાનવતને અતિચાર આ પ્રમાણે છે: “સચિત્ત આહાર,
એટલે કે કંદમૂલ, ફલ વગેરે સચિત્ત પદાર્થને મોજેમોજ ના આહાર; “સચિત્ત-સંબદ્ધ આહાર, એટલે કે ઠળિયા તિવારો ગેટલી આદિ સચેતન પદાર્થોથી યુક્ત એવાં બેર
કેરી વગેરે પાકાં ફળોને આહાર; “સચિત્ત-સંમિશ્રઆહાર , એટલે તલ ખસખસ વગેરે સચિત્ત વસ્તુથી મિશ્રિત લાડવા આદિનું ભજન, અથવા કીડી કંથો વગેરેથી મિશ્રિત વસ્તુનું ભેજન; અભિષવ આહાર', એટલે કે કોઈ પણ જાતનું એક માદક દ્રવ્ય
૧. એ બધું અસાવધાની કે ગફલતથી થઈ ગયું હોય તે જ અતિચાર કહેવાય; નહિ તો તે ખુલ્લો વ્રતભંગ જ છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org