________________
૪. અતિચારે બ્રહ્મચર્યવ્રતના અતિચારે આ પ્રમાણે છે: “ઈવરાત્તાગમન
એટલે કે થોડા વખત માટે ભાડે રાખેલી વેશ્યા સાથે મર્યવ્રતના ગમન, “અનાત્તાગમન', એટલે કે વેશ્યા, પરદેશ તિવારે ગયેલા ધણીવાળી સ્ત્રી, કે અનાથે સ્ત્રી, જે અત્યારે
પુરુષના કબજામાં નથી, તેને ઉપભેગ;૨, અન્યવિવાહન”, એટલે કે પિતાની સંતતિ ઉપરાંત કન્યાદાનના ફળની ઈચ્છાથી કે નેહસંબંધથી બીજાની સંતતિના વિવાહ કરી આપવા; મદનાત્યાગ્રહ, એટલે કે વારંવાર ઉદ્દીપન કરી વિવિધ પ્રકારે કામક્રીડા કરવી તે તથા “અનંગક્રીડા, એટલે કે અસ્વાભાવિક રીતે સૃષ્ટિવિરુદ્ધ કામસેવન, અથવા અન્ય સ્ત્રીઓ સાથે મૈથુન સિવાયની બીજી બધી શૃંગારચેષ્ટાઓ કરવી તે. [૩/૩ અપરિગ્રહવ્રતના અતિચારે આ પ્રમાણે છે : “ધન-ધાન્ય-સંખ્યા
- તિક્રમ, એટલે કે ધનધાન્ય વગેરેની જે મર્યાદા પરિવ્રતના સ્વીકારી હોય તેનું ઉલ્લંધન કરવું તે; “કુ-સંખ્યાતિવા તિક્રમ,” એટલે કે કસું લેતું વગેરેનાં વાસણો,
પાટલા, કે ગાડાં વગેરે વસ્તુઓની જે સંખ્યા સ્વીકારી હોય તેનું ઉલ્લંધન; “ગવાદિ-સંખ્યાતિક્રમ, એટલે કે ગાય, બળદ,
૧. કોઈ પોતાને એમ કહીને છેતરે કે, વેશ્યાને ભાડે રાખી હેવાથી તે પત્નીરૂપ જ થઈ; એટલે તેની સાથે કરેલું ગમન પરસ્ત્રીગમન' ન કહેવાય! કેટલાક આ અતિચારને એ અર્થ કરે છે કે, “બીજાએ અમુક વખત માટે અમુક વેશ્યાને સ્ત્રી તરીકે ભાડે રાખી હેય, તે સમય દરમ્યાન, તેને સાધારણ સ્ત્રી ગણી તેની સાથે ગમન કરવું તે.”
ર. એમ માનીને કે, એ કઈ “પર” ની સ્ત્રી નથી એટલે તેની સાથે કરેલું ગમન “પરસ્ત્રીગમન' ન કહેવાય. ટીકામાં જણાવ્યું છે કે, આ બે અતિચારે “સ્વદારસૉષ વ્રત લેનારને માટે છે; પરદારવજન' વ્રત લેનારને માટે નથી. પછીના અતિચારે બંને માટે છે. - ૩. કારણ કે, વિવાહ કરાવવા એ બીજાઓને અબ્રહ્મચર્યમાં પ્રેરણા આપ્યા જેવું થાય.– ટીકા. પોતાની સંતતિને અપવાદ રાખવાનું કારણ એ છે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org