________________
યોગશાસ્ત્ર સત્યવ્રતના અતિચારો આ પ્રમાણે છે: “મિથ્યા ઉપદેશ,
એટલે કે પારકાને પીડા થાય તેવું બેલિવું, અથવા સત્યવ્રતના સાચું ખોટું સમજાવી કેઈને આડે રસ્તે દર તે; તિવારો “સહસા અભ્યાખ્યાન, એટલે કે વિચાર કે તપાસ
કર્યા વિના કેઈન ઉપર દોષ આપો , જેમકે “તું ચાર છે, વ્યભિચારી છે ઈ; ગુહ્યભાષણ” એટલે કે અંદર
અંદર પ્રીતિ તૂટે માટે એકબીજાની ચાડી ખાવી, અથવા કોઈની ખાનગી વાત (અનુમાનથી જાણી) પ્રગટ કરવી તે; “વિશ્વસ્તમંત્રભેદ', એટલે કે પિતાના ઉપર વિશ્વાસ રાખતાં સ્ત્રી, મિત્ર વગેરેની વાત ખુલ્લી કરી દેવી તે, અને “ફૂટલેખ” એટલે મહેર, હરતાક્ષર આદિ વડે ખોટા દસ્તાવેજો કરવા, બેટા સિક્કા ચલાવવા, વગેરે. [૩/૯૧] , અસ્તેયવ્રતના અતિચાર આ પ્રમાણે છે: “સ્તનાનુરા, એટલે
કેઈને ચોરી કરવા પ્રેરણા આપવી, અથવા અસ્તેયતના ચેરીને ઉપયોગી સાધને આપવાં યા વેચવાં તે; તવારો “તદાનીત–આદાન, એટલે કે એરે આણેલી વસ્તુ
લેવી કે ખરીદવી તે; “દ્વિરાજય-લંઘન, એટલે કે બે વિરોધી કે ભિન્ન રાજ્યએ દાણ જકાત વગેરેની કરેલી વ્યવસ્થાનું ઉલ્લંઘન, પ્રતિરૂપક્રિયા, એટલે કે અસલને બદલે બનાવટી વસ્તુ ચલાવવી તે; અને “માનાન્યત્વ, એટલે કે ઓછ–વધતાં માપ, કાટલાં , વગેરે રાખવાં તે. [૩/૯૨] .
૧. ટીકામાં જણાવ્યું છે કે, આની જગાએ કેટલાક “રહસ્ય-આખ્યાન” એ અતિચાર સ્વીકારે છે. “રાગથી પ્રેરાઈ વિનોદ ખાતર કોઈ પતિ-પત્નીને. કે બીજાં સ્નેહીઓને એકમેકનું ઊંધુંચતું ભેરવવું,” એ તેને અથ છે.
૨. આમાં ને ઉપર આવેલા ગુૌભાષણ”માં તફાવત એ છે કે, આમાં તો કોઈએ પોતાને કહેલી વાત ખુલ્લી કરવાની છે. જ્યારે, ગુહ્યભાષણમાં તે કોઈની ખાનગી વાત, પિતાને તેણે કહી ન હોય છતાં તેની બાહ્ય આકૃતિ વગેરે ઉપરથી જાણી લઈ બીજાને કહી દેવાની હોય છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org