________________
અતિચારો જે જાતનાં ખૂલનેથી સ્વીકારેલે ગુણ મલિન થાય અને ધીરે
- ધીરે હાસ પામી ચાલ્યો જાય, તેવાં અને તિવા “અતિચાર' કહેવાય છે. કોઈ વ્રત રવીકારીને તે
વ્રતને લગતા અતિચારે તજવામાં ન આવે, તે તેનાથી તે વ્રતનું પાલન બરાબર થતું નથી; માટે ગૃહસ્થના દરેક વ્રતના જે પાંચ પાંચ અતિચારે છે, તે દરેક ગૃહસ્થ તજવા જોઈએ. [૩/૮૯] અહિંસાવ્રતના અતિચારે આ પ્રમાણે છેઃ કઈ પણ પ્રાણીને
તેના ઈષ્ટ સ્થળમાં જતું કેધપૂર્વક અટકાવવું અને . લાવ્રતના બાંધવું તે “બંધ' નામને અતિચાર કહેવાય તિવારો કે પ્રાણીના કંધપૂર્વક કાન, નાક, ચામડી આદિ.
- અવયવો છેદવા તે “છવિચ્છેદ કહેવાય; કેઈ પ્રાણી ઉપર ગજા કરતાં વધારે ભાર લાદવો તે “ અધિકભારાધિરપણુ” કહેવાય; ધપૂર્વક કોઈ પ્રાણીને પરણું, ચાબખા આદિ વડે ફટકા મારવા તે “પ્રહાર” નામનો અતિચાર કહેવાય; તથા ક્રોધપૂર્વક કઈ પ્રાણીના ખાનપાનમાં અટકાયત કરવી તે “અનાદિરોધ” નામને અતિચાર કહેવાય. (આ પાંચે દે ગૃહસ્થ વ્રતધારીએ ન સેવવા, પરંતુ ગૃહસ્થધમને અંગે કાંઈ પ્રયોજનસર સેવવા જ પડે, તે. કમલ વૃત્તિથી કામ લેવું. ૧) [૩/૯૦]
૧. એવો સંભવ છે કે, આ બધા અતિચારોમાં કોઈને પ્રાણનાશ ન થત હોય; તેથી કઈ માને કે, “મેં તો હિંસા કે પ્રાણનાશ ન કરવાનું વ્રત જ લીધું છે માટે આ બધું કરું તો મારું વ્રત નહિ ભાગે.” એ જાતના વિવેકશન્ય માણસને પૂલ હિંસાના ત્યાગ વગેરેની પ્રતિજ્ઞામાં બીજે પણ કેટલો ત્યાગ કેળવવો પડે છે, એ સમજાવવા માટે વ્રતોના અતિચારે બતાવવામાં આવ્યા છે. તે બધા માત્ર નમૂનારૂપ છે એમ જ સમજવું.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org