SearchBrowseAboutContactDonate
Page Preview
Page 89
Loading...
Download File
Download File
Page Text
________________ રોગામ છે. મૂઢ બુદ્ધિથી લેકે સાધુઓને જમીન, ગાય, કન્યા વગેરેનું દાન કરે છે, તેથી પાપની જ વૃદ્ધિ થાય છે. વળી વ્યતિપાત, સંક્રાંતિ વગેરે તિથિઓએ જ દાન આપવામાં આવે છે, તે પણ મૂઢતા જ છે. મરેલાની તૃપ્તિ અર્થે જે દાન અપાય છે, તેમજ ગંગા, ગયા વગેરે સ્થાને જઈને જ અપાય છે, એ બધું અવિચારી અને ગતાનુગતિક છે. જેઓ મહાવ્રત ધારણ કરી, સર્વ પ્રકારની પાપપ્રવૃત્તિઓ ત્યાગી, સુખદુઃખ, માનાપમાન, તથા લાભાલાભમાં સમાન બુદ્ધિ રાખી મેક્ષમાં જ એકતાન બન્યા છે, તેવા સાધુઓ જ દાનને માટે “ઉત્તમ” પાત્ર છે; બીજા પણ તેવી ઉત્કટ સ્થિતિને ન પામેલા, છતાં તેને માટે પ્રયત્નશીલ તેવા સાધુઓ “મધ્યમ પાત્ર છે; અને જેઓ માત્ર શ્રદ્ધાવાળા છે, પણ વ્રત-શીલ ધારણ કરી શકે તેમ નથી, તેવા સાધુઓ “કનિક પાત્ર છે. પરંતુ, બીજા બધા કુસાધુઓ જેઓ મૂઢ બુદ્ધિથી માત્ર કઠોર તપ જ આચરે છે, તેઓ “કુપાત્ર” છે; અને જેઓ હિંસા, અસત્ય વગેરે આચરે છે, પરિગ્રહ અને આરંભમાં તત્પર છે, કુશાસ્ત્રો ભણીને જ પિતાને પંડિત માનનારા છે, છતાં તત્ત્વતઃ નાસ્તિક જેવા જ છે, તેઓ અપાત્ર છે. માટે, કપાત્ર અને અપાત્રને તજીને પાત્રને જ દાન દેવું. કપાત્રને કરેલું દાન સાપને દૂધ પિવરાવવા જેવું છે. તેવા દાનથી દાન કરનાર અને લેનારને પાપવૃદ્ધિ થાય છે. ઉત્તમ મુનિને દાન કરવાથી વાછરડાં ચારનાર સંગમક ચમત્કારી સંપત્તિ પામ્યું હતું. [૩/૮૭-૮] ૧. સંગમકની કથા માટે જુઓ પુસ્તકને અંતે ટિ. નં. ૯. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004996
Book TitleYogshastra
Original Sutra AuthorN/A
AuthorGopaldas Jivabhai Patel
PublisherGujarat Vidyapith Ahmedabad
Publication Year1938
Total Pages268
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy