________________
ગશાસ્ત્ર ગાડું, હળ, શસ્ત્ર, અગ્નિ, સાંબેલું, ખાંડણિયો વગેરે હિંસામાં
કારણભૂત વસ્તુઓ દયાળુ શ્રાવક બીજાને ન આપે. fસોપારી તાન અલબત્ત, આ નિયમ પણ, ઉપર પડે, જ્યાં તેમ
કરવું આવશ્યક નથી ત્યાં લાગુ પડે છે. - કુતૂહલને કારણે ગીત નૃત્ય નાટક વગેરે જોવાં, કામશાસ્ત્રનું
પરિશીલન, ધૂત મદ્ય વગેરેનું સેવન, જલક્રીડા પ્રમાદ્દ હીંડોળા વગેરેની ક્રીડા, પશુપંખીની સાઠમારી, શત્રુના
- પુત્રાદિ સાથે પણ વેર, ખાનપાન સ્ત્રી દેશ અને રાજાસંબંધી ચર્ચા, રોગ અને પ્રવાસના શ્રમના કારણે સિવાય આખી રાત સુઈ રહેવું, વગેરે પ્રમાદાચરણને બુદ્ધિમાને ત્યાગ કરવો.
ખાસ કરીને દેવમંદિરમાં વિકાસ, હાસ્ય, ચૂંકવું, નિદ્રા, કલહ, ચેર પરસ્ત્રી વગેરેની દુષ્કથા તથા ચાર પ્રકારને આહાર એ પ્રવૃત્તિઓ પ્રમાદાચરણરૂપ હેઈ તજવી. [ ૩/૭૩-૮૧]
-
હવે ચાર શિક્ષાવ્રત ર કહેવામાં આવે છે. તેમાં પ્રથમ શિક્ષાવ્રત
“સામાયિક' કહેવાય છે. “સામાયિક એટલે. ચાર ક્ષિત્રિત: આત અને રૌદ્ર ધ્યાનનો ત્યાગ કરી, તેમ જ ૨. સામાયિક કાયિક તથા વાચિક પાપકર્મોને ત્યાગ કરી, મુહૂર્ત
- પયત સમતા ધારણ કરવી તે.
૧. અશન (ભાત, દાળ વગેરે), પાન (પીણું), આહાર બાદ ખાવાનાં ફળ વગેરે ખાદિમ” અને મુખવાસ વગેરે “સ્વાદિમ” – એમ ચાર પ્રકારને આહાર ગણાય છે.
૨. શિક્ષાવ્રત શબ્દનો અર્થ એવી રીતે કરવામાં આવે છે કે, તે વ્રત ગૃહસ્થને માટે સાધુધર્મની શિક્ષારૂપ છે.
૩. ટીકામાં “સામાચિક” શબ્દને આ રીતે છૂટે પાડ્યો છે? સમ એટલે કે રાગદ્વેષરહિત માણસને થતો આય એટલે જ્ઞાનાદિને લાભ. ટૂંકમાં પ્રશમસુખની પ્રાપ્તિ તે “સમય” અને તેને માટેનું વ્રત તે સામાચિક.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org