________________
૩. ગૃહસ્થયેગની તૈયારી–૨
૩૧ પિતૃઓની અર્ચા કરીને, તે માંસ ખાનારને દોષ લાગતું નથી.” (પરંતુ દેવે તે પુણેને કારણે અધાતુક શરીર પામેલા હોય છે, તેમને આપણુ જેવો સ્થૂલ આહાર હોતો જ નથી. તે પણ તેમને માંસ આપવું એ મૂઢતા જ છે. વળી પિતૃઓ પણ પિતપોતાનાં કર્મો અનુસાર ગતિ પામી સ્વકર્મનું ફળ અનુભવે છે; તેમને, પુત્રે અહીં કરેલું પુણ્ય પણ તારી નથી શકતું, તે પછી પાપ કરીને આપેલું માંસ શું ફળ દેવાનું હતું? વળી સત્કાર કરવાને યોગ્ય અતિથિને માંસ ધરવું એ પણ અધમ જ છે.) ભલેને મંત્રથી પવિત્ર કર્યું હોય, તોયે રતિપૂર પણ માંસ ન ખાવું. હળાહળ ઝેર થોડું હોય તોપણ જીવિતને નાશ કરે છે. (મંત્રથી પાપ ધોઈ શકાય જ નહિ. એમ હેય તે તો પાપ કરવાને નિષેધ કરવાપણું જ ન રહે; કારણ કે, સર્વ પાપો મંત્રથી જ જોઈ નંખાય !) વળી, પ્રાણી મયું કે તરત જ તેના શરીરમાં અનંત જંતુઓ પેદા થઈ જાય છે; નરકના ભાથારૂપ તે માંસને કે બુદ્ધિમાન ખાય છે [૩/૧૮-૩૩] .
મુદ્દત બાદ જેમાં અત્યંત સૂક્ષ્મ જંતુઓ ઉત્પન્ન થાય છે, તેવું માખણ વિવેકીઓએ ન ખાવું. એક જીવને વધ કરવાથી જ કેટલુંય પાપ થાય છે તે જંતુઓના સમૂહરૂપ માખણને કોણ ખાય ? [ ૩/૩૪-૫] " અનેક જંતુઓના સમૂહને નાશ કરીને મેળવેલું તથા લાળ જેવું જુગુપ્સાકારક મધ કોણ ખાય ? લાખો મા મારીને મેળવેલું મધ ખાનારા કરતાં, હૈડાં પ્રાણી મારનાર ખાટકી પણ ચડે. એક એક ફૂલના અંતરમાંથી રસ પીને માં ફરીથી જે ઓકી કાઢે છે, તે મધ ધાર્મિક પુરુષો નથી ખાતા. દવાને કારણે ખાધેલું થોડુંક મધ પણ નરકનું કારણ થઈ પડે છે : કાલકૂટ વિષ પ્રમાદથી કે જીવિતની
૧. મનુસ્મૃતિ અધ્યા ૫ શ્લ૦ ૩૨. - ર. મનુસ્મૃતિ, અધ્યા ૫, શ્લ૦ ૩૬.
૩. મનુસ્મૃતિમાં માંસભક્ષણ અંગે જે નિરૂપણ છે તે અહીં સરખાવવું રસિક થઈ પડશે. જુઓ પુસ્તકને છેડે પૂતિ ર.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org