________________
૩૦
કે
યોગશાસ્ત્ર પ્રાણીઓનાં પ્રાણ હરીને જે માંસ ખાવાની ઈચ્છા કરે છે, તે
- ધર્મરૂપી વૃક્ષનું દયારૂપી મૂળ ઉખેડી નાખે છે. રોજ માંસત્યા માંસ ખાઈને જે દયા કરવાની ઈચ્છા રાખે છે,
' તે બળતા અગ્નિમાં વિલ રોપવાને ઇચ્છે છે. મનુએ પણ કહ્યું છે કે, પ્રાણીને વધ કરનાર, તેને અનુમતિ આપનાર, તેનું માંસ વેચનાર, તેને ખરીદનાર, તેને રાંધનાર, તેને પીરસનાર તથા તેને ખાનાર, એ બધા સરખા જ હિંસક છે. ખરી રીતે તે જેઓ પિતાને માંસની પુષ્ટિને અર્થે બીજાનું માંસ ખાય છે, તેઓ જ સાચા હિંસક છે; કારણ કે કઈ માંસ ન ખાતું હોય, તે પ્રાણીને કે મારે
જ નહિ. પ્રાણીની હિંસા કર્યા વિના માંસ ઉત્પન્ન જ થતું નથી; તેમજ પ્રાણુને વધ કરીને સ્વર્ગ પમાતું નથી, માટે માંસને ત્યાગ કરે. આ શરીર કે જેમાં નાખેલાં મિષ્ટાને પણ વિષ્ટારૂપ થઈ જાય છે, અને અમૃતે પણ મૂત્રરૂપ બની જાય છે, તેવા શરીરને માટે કેણ હિંસારૂપી પાપ આચરે? માંસભક્ષણમાં દોષ નથી એવું કહેનારા દુરાત્માએ વાસ્તવિક રીતે પારધી, ગીધ, વર, વાઘ અને શિયાળના ચેલાઓ હોવા જોઈએ! “જેનું માંસ હું અહીં ખાઉં છું, તે (:) મને (મ) પરજન્મમાં ખાશે” એવી “માં” શબ્દની નિયુક્તિ મનુએ કહી છે. ૧ માંસના સ્વાદમાં લુબ્ધ માણસની બુદ્ધિ શાકિનીની પેઠે જે જે પ્રાણીને જુએ છે તેને મારવા માટે પ્રવર્તે છે. આવાં આવાં નિર્દોષ દિવ્ય ભજન હોવા છતાં જેઓ માંસ ખાય છે, તેઓ અમૃતરસ છેડીને હળાહળ વિષ ખાય છે. નિર્દય માણસમાં ધર્મ સંભવતો નથી; અને માંસભક્ષીમાં દયા ક્યાંથી હોય? માંસલુબ્ધ એ વાત જાણતા નથી; અને જાણતો હોય તે પણ કહે શાને ? કેટલાક મહા મૂઢતાથી પિતે માંસ ખાય છે એટલું જ નહિ, પણ દેવ, પિતૃઓ અને અતિથિઓને પણ માંસ જ આપવાનું કહે છે. તેઓ કહે છે: ખરીદેલા, જાતે મેળવેલા કે બીજાએ આપેલા માંસથી દેવ અને
૧. જુઓ મનુસ્મૃતિ અ૦ ૫, શ્લોક ૫૫.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org