________________
૩. ગૃહસ્થયેગની તૈયારી-૨ વૃક્ષનાં ફળ, જેમાં અનંત જીવો હોય છે તેવાં કંદ વગેરે, જેના ગુણદષની ખબર નથી તેવાં અજ્ઞાત ફળ, રાત્રીભોજન, કાચા દહીંવાળું કઠોળ, વાસી અન્ન, બે દિવસ થઈ ગયેલું દહીં, અને કહી ગયેલું અન્ન*. [ ૩/૪-૭] જેમ, બુદ્ધિમાનમાં શ્રેષ્ઠ પુરૂષ પણ દુર્ભાગી હોય તે તેની સ્ત્રી
તેની પાસેથી ચાલી જાય છે, તેમ મદિરા પીનારા ચિત્યા પાસેથી તેની બુદ્ધિ દૂર ચાલી જાય છે. દારૂ પીને
ભાન ભૂલેલા લોકોને મા-બહેનને, પિતાના–પારકાને કે શેઠ –નોકરને ખ્યાલ રહેતો નથી. મુડદાની પિઠે ચકલામાં આળોટતા દારૂડિયાના ઉઘાડા મેને દર જાણી તેમાં કૂતરાં મૂતરી જાય છે. ધારી રસ્તામાં પણ તે ભાન ભૂલી નાગે આળોટે છે; તથા પિતાની છુપી વાતો પણ લહેરથી કહી દે છે. ગમે તેવું સુંદર ચિત્ર હોય તો પણ જેમ ઉપર મેસ ચેપડવાથી નષ્ટ થઈ જાય છે, તેમ દારૂ પીનારની કાંતિ, કીતિ, મતિ અને શ્રી નાશ પામી જાય છે. જાણે ભૂત વળગ્યું હોય તેમ તે ધૂણે છે; શેકમગ્ન થઈ ગયા હોય તેમ તે રાડ પાડે છે; તથા દાહજાર ઊપડ્યો હોય તેમ જમીન ઉપર આળોટે છે. દારૂ હળાહળ ઝેર જે છે: તે અંગેને શિથિલ કરી નાખે છે, ઈદ્રિયોને અશકત કરી નાખે છે; અને ભારે ઘેનમાં નાખી દે છે. ઘાસને ઢગલે જેમ અગ્નિના તણખામાત્રથી સળગી જાય, તેમ મઘથી વિવેક, સંયમ, જ્ઞાન, સત્ય, શૌચ, દયા અને ક્ષમા નાશ પામે છે. મઘ એ ચેરી-વ્યભિચાર વગેરે દેષનું તથા વધ બંધનાદિ વિપત્તિઓનું કારણ છે. માટે રોગી જેમ કુપથ્યથી દૂર રહે, તેમ માણસે તેનાથી દૂર રહેવું. [૩/૮-૧૭]
* આ ગણના મુવે જીવજંતુયુક્ત પદાર્થો તથા જે તૈિયાર કરતાં પહેલાં જીવહિંસા કરવી પડે તેવા પદાર્થો ત્યાગવાની ભાવનાથી કરેલી છે. મનુસ્મૃતિ વગેરે ગ્રંથોમાં તેમ જ અન્ય ગગ્રંથમાં ભક્ષ્યાભઠ્ય પદાર્થોનું વર્ણન જાણવા માટે જુઓ પુસ્તકને છેડે પૂતિ ૩.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org