________________
૨. ગૃહસ્થયેગની તૈયારી-૧
૨૭ ઢગલાઓથી પણ સંતોષ ન થયો. પરિગ્રહરૂપી વળગાડવાળા ગીઓ પણ પિતાની તપ અને શાસ્ત્રજ્ઞાનના પરિવારવાળી શમરૂપી સામ્રાજ્યની સંપત્તિને તજી દે છે. અભયકુમાર જેવા સંતોષી માણસને જે સુખ છે, તે અસંતોષી ઈદ્ર કે ચક્રવર્તીને પણ નથી. જેને સંતોષ છે, તેને બધા નિધિઓ વશમાં છે; કામધેનુ ગાય તેનું અનુસરણ કરે છે, અને બધા દેવો તેના દાસ બને છે. [૨/૧૦૬-૧૧૭]
ટીકામાં પરિગ્રહને લગતા નીચેના વધુ કે આપ્યા છે : ધન, ધાન્ય, સુવર્ણ, રૂપું, બીજી ધાતુઓ, ખેતર, ઘર, બે પગ અને ચેપગાં – એ નવ બાહ્ય પરિગ્રહ છે; તથા રાગ, દ્વેષ, ક્રોધ, માન, માયા, લોભ, શોક, હાસ્ય, રતિ, અરતિ, ભય, જુગુપ્સા, સ્ત્રીની પુરુષની કે બંનેની કામના, અને મિથ્યાત્વ – એ ચૌદ આંતર પરિગ્રહો છે. બાહ્ય પરિગ્રહથી આંતર પરિગ્રહ પ્રકલ્લિત થાય છે. વૈરાગ્ય વગેરેએ ગમે તેટલી ઊંડી જડ ઘાલી હેય, પણ પરિગ્રહ તેને નિર્મૂળ કરી નાખે છે. પરિગ્રહી હેઈને જે મોક્ષની કામના કરે છે, તે લેઢાને હેડકાથી સમુદ્ર તરવાની ઇચ્છા કરે છે. જે બાહ્ય પરિગ્રહ નથી ટાળી શકતે, તે અંદરના બળવાન પરિગ્રહને કેમ કરીને જીતવાનો હતો ?
૧. તે રાજગૃહના રાજા શ્રેણિકનો પુત્ર હતો. તેણે અવંતિના રાજ ચંડપ્રદ્યોતને બુદ્ધિબળથી હરાવી પિતાને વશ કર્યો હતો. પિતાની છેવટની અવસ્થામાં શ્રેણિક રાજાએ તેને રાજગાદી આપવા માંડી, પણ તેણે સંસારભચમાંથી બચવા તથા સાચું સુખ પ્રાપ્ત કરવા પ્રવ્રજ્યા લીધી હતી.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org