________________
ગશાસ્ત્ર તેજસ્વી તેમજ મહાવીર્યવાન થાય છે. માટે મનુષ્ય બ્રહ્મચર્યનું સેવન કરવા તત્પર રહેવું. [ ૨/૧૦૪-૫] પરિગ્રહ એટલે સંગ અથવા આસક્તિ. આસક્તિને કારણે અસંતોષ,
અવિશ્વાસ અને દુઃખના કારણરૂપ હિંસાદિ પ્રવૃત્તિ - પરિદ પ્રાપ્ત થાય છે એમ જાણી, તેનું નિયંત્રણ કરવું.
- જેમ અતિશય ભાર ભરવાથી વહાણ ડૂબી જાય છે, તેમ અતિ પરિગ્રહથી પ્રાણ ભવસાગરમાં ડૂબી જાય છે. પરિગ્રહમાં પુરુષાર્થસાધક અણુ જેટલા પણ ગુણ નથી, પરંતુ પર્વત જેવડા મોટા મોટા દે તે ઉઘાડા છે. સંગ અથવા આસક્તિને કારણે પહેલાં ન હોય તેવા રાગ-દ્વેષાદિ દે ઉભવે છે, તથા મુનિનું ચિત્ત પણ ચલિત થઈ જાય છે. સંસારનું મૂળ કારણુ હિંસાદિ પ્રવૃત્તિઓ છે; અને તે પ્રવૃત્તિઓનું કારણ પરિગ્રહ છે. માટે, ઉપાસકે બને તેટલે અલ્પ પરિગ્રહ કરે. સંગ અથવા આસક્તિને વશ થયેલા માણસનું સંયમરૂપી ધન વિષયરૂપી ચેર તૂટી જાય છે, તેને કામરૂપી અગ્નિ બાળે છે અને સ્ત્રીઓફપી પારધીઓ તેને બાંધી લે છે. તૃષ્ણ એવી દુપૂર છે કે, સગરને ૬૦,૦૦૦ પુત્રોથી પણ તૃપિત ન થઈ, કુચિકર્ણને વિપુલ ગોધનથી, તિલક શેઠને પુષ્કળ ધાન્યથી અને નંદરાજાને સુવર્ણના
૧. સગરની જૈન ક્યા માટે જુઓ પુસ્તકને અંતે ટિપ્પણ નં. ૮.
૨. કુચિકણ મગધ દેશને એક કણબી ગૃહસ્થ હતું. તેને ગાય ભેગી કરવાને બહુ શોખ હતો. છેવટે ગાયનું ઘી-દૂધ ખૂબ ખાઈને થયેલા અજીણથી તે મરી ગયો.
૩. તિલક શેઠે દુકાળના વખતમાં ભાવ ઉપજાવવા અતિશચ ઘાન્ય ભેગું કર્યા કર્યું; પણ પછી અતિશય વરસાદ પડવાથી તે બધું નષ્ટ થઈ જતાં, હૃદય ફાટી જવાથી તે મરી ગયો અને નરકે ગયે.
૪. નંદ રાજાને ધનને એટલો બધો લોભ હતો કે, તેણે પ્રજાને વિવિધ કરે નાખી નાખીને ચૂસી લીધી; પરંતુ તેને તેથી તૃપ્તિ ન થઈ. છેવટે રોગોથી ઘેરાઈને મરતી વખતે એ બધું ધન બીજાને મળશે એવી હાયહાય કરતો તે દુર્ગતિ પામ્ય.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org