________________
૫
૨. ગૃહસ્થયાગની તૈયારી – ૧
ચિત્તવાળા પરસ્ત્રીને વિશ્વાસ ? કસાઈખાનાની પાસે ઊભેલાં પશુને જેમ કશાથી જરા પણુ આનંદ થતા નથી, તેમ બીકથી આકુલ ચિત્તવાળા તથા ગમે તેવી જગામાં ગયેલા જારને પરસ્ત્રીમાં જરા પણ આનંદ મળતા નથી. પરસ્ત્રીગમનમાં જીવનું જોખમ છે. તે પરમ વેરનું કારણ છે, તથા અંતે લેાકથી વિરુદ્ધ છે, માટે તેને ત્યાગ કરવો. પરસ્ત્રીગમન કરનારાનું આ લોકમાં સ્વ હરી લેવામાં આવે છે, તેને અધનમાં નાખવામાં આવે છે અને તેને અવયવ કાપી નાખવામાં આવે છે. મર્યા પછી પણ તેને ઘેર નરકની પ્રાપ્તિ થાય છે. પેાતાની સ્ત્રીના રક્ષણુ માટે નિરંતર યત્ન કરતા માણુસ પેાતાનું દુ:ખ સમજી પરસ્ત્રીગમન કેમ કરે? જેણે પોતાના પરાક્રમથી આખા વિશ્વને વ્યાપ્ત કર્યું હતું, તેવા દૃશીશ રાવણુ॰ પરસ્ત્રી સાથે રમણુ કરવાની ઇચ્છામાત્રથી કુળને ક્ષય તથા નરકતિને પામ્યો. પરસ્ત્રી ગમે તેવા લાવણ્યપૂર્ણ અવયવાવાળી હોય, સવ સૌદયનું સ્થાન હેાય, તથા વિવિધ કલાઓમાં કુશલ હોય, છતાં તેને ત્યાગ કરવેા. પરસ્ત્રીના સાન્નિધ્યમાં પોતાની મનેાત્તિને જરા પણુ મલિન ન થવા દેનાર સુદર્શનની શી સ્તુતિ કરીએ ? તેના વડે ખરેખર જૈન ધમ શેાભા પામ્યા છે. અક્ષય માં મોટા રાજરાજેશ્વર હોય, તથા રૂપમાં કામદેવ સમાન હોય, હતાં સીતાએ રાવણને તજ્યો તેમ સ્ત્રીએ પરપુરુષને તજવા. પર–સ્રીપુરુષમાં આસકત એવાં સ્ત્રીપુરુષને ભવે ભવે નપુંસકતા, પશુતા, અને દુર્ભાગ્યતા પ્રાપ્ત થાય છે. [૨/૯૩-૧૦ ૩ ]
♦
ચારિત્રનું પ્રાણભૂત તથા પરબ્રહ્મ મેાક્ષનું એકમાત્ર કારણુ એવું બ્રહ્મચર્ય આચરીને મનુષ્ય પૂજયેા વડે પણ પૂજાય છે. બ્રહ્મચય આચરનારા મનુષ્યા દીર્ધાયુષી, સુંદર આકૃતિવાળા, દૃઢ આંધાવાળા,
―
૧. રામાયણની જૈન કથા હેમચદ્રાચાર્યે ટીકામાં આપી છે, તે માટે જીએ પુસ્તકને અંતે ટિપ્પણ્ નં. ૬.
૨. સુદર્શનની કથા માટે જીએ પુસ્તકને અંતે ટિપ્પણ્ નં. ૭.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org