________________
૨૪
યોગશાસ્ત્ર નરકના દ્વારરૂપ મૈથુન સેવવું સારું નહિ. ગમે તે સત્પરુષ હોય, પરંતુ તેના હૃદયમાં જે સ્ત્રીભેગની કામના જાગી, તે તેના હૃદયમાંથી બધા ઉત્તમ ગુણે દેશનિકાલ થયા જાણવા. માયાશીલતા, ક્રૂરતા, ચંચળતા, કુશીલતા વગેરે દોષો સ્વાભાવિક રીતે જ કામવાસનાની સાથે રહેનારા છે. અપાર મહાસાગરને પાર પામવો સંભવિત છે, પરંતુ પ્રકૃતિથી જ વક્ર એવી કામવાસનાનાં દુરિને પાર પામવો સહેલું નથી. કામવાસના પતિ, પુત્ર, પિતા, ભાઈ વગેરેને સંબંધ જોયા વિના અકાર્યમાં પ્રવૃત્તિ કરાવે છે, તેમજ જીવના જોખમમાં પણ ઉતારે છે. કામવાસના સંસારનું બીજ છે, નરકમાર્ગની દીવી છે, શોકનું મૂળ છે, કંકાસની જડ છે, અને દુઃખની ખાણ છે. [૨/૭૬-૮૭]
કામવાસનાને વશ બની જેઓ વેશ્યાગમન કરે છે, તેમના દુઃખને તે પાર જ રહેતો નથી. કારણ કે, વેશ્યાઓને મનમાં જુદું હોય છે, વાણીમાં જુદું હોય છે, અને ક્રિયામાં જુદું હોય છે. તેઓ કેમ કરીને કેઈને પણ સુખને હેતું થઈ શકે ? અનેક પ્રાણીઓના માંસ અને મદિરાથી ખરડાયેલા તથા અનેક જરપુરુષોથી ચુંબાયેલા વેશ્યાના મુખને એંઠા ભોજનની પેઠે કોણ ચુંબે? કેાઈ એ તેને પિતાનું સર્વસ્વ આપી દીધું હોય, છતાં તેની પાસેથી બધું ખાલી થઈ જાય ત્યારે તેનું પહેરેલું કપડું પણ ખેંચી લેવાની વેશ્યા દાનત કરે છે. ખરાબ સોબતવાળો તથા વેશ્યાને વશ થયેલ કામીપુરુષ દેવ, ગુરુ કે મિત્રોને જરા પણું માનતા નથી. ગણિકાઓ ધનની આકાંક્ષાથી કેઢિયાને પણ કામદેવ જેવો કહી તેના પ્રત્યે કૃત્રિમ સ્નેહ દાખવે છે. એવી નિઃસ્નેહ ગણિકાસ્ત્રીને ડાહ્યા માણસે હંમેશ ત્યાગવી. [ ૨/૮૮-૯૨]
ઉપાસકે તે પિતાની સ્ત્રીને પણ આસક્તિપૂર્વક ન સેવવી જોઈએ, તે પછી સર્વ પાપના મૂળરૂપ પરસ્ત્રીઓની તે વાત જ શી ? જે નિર્લજ્જ સ્ત્રી પોતાના પતિને તજી ઉપપતિને ભજે છે, તે ચંચળ
૧. મૂળમાં બધે “સ્ત્રી
છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org