________________
ક
૨. ગૃહસ્થયેગની તૈયારી-૧ પણુ ચરને મંઠિકની પેઠે શિક્ષા કરે છે. કેઈ ચેર હોય છતાં ચેરી છોડી દે, તે રોહિણેયની પેઠે સ્વર્ગગામી થાય છે. બીજાનું સર્વરવ હરવાની વાત તે દૂર રહી; માણસે તો બીજાએ ન આપેલું તણખલું પણ ન લેવું જોઈએ. જેઓ અસ્તેયવ્રત પાળે છે, તેમના અનર્થો દૂર થાય છે, તેમની પ્રશંસા થાય છે, અને તેમને સ્વર્ગ જેવાં સુખો પ્રગટ રીતે આવી મળે છે. [૨/૬૯-૭૫] અબ્રહ્મચર્યના ફળરૂપે પંઢત્વ, તથા ઈદ્રિયછેદ પ્રાપ્ત થાય છે એ
જાણીને, બુદ્ધિમાન પુરુષે સ્વપત્નીમાં જ સંતુષ્ટ રહેવું ' બ્રહ્મ તથા પરસ્ત્રીને ત્યાગ કરવો. આરંભમાં જ
મનેહર, પરંતુ પરિણામે કિંપા વૃક્ષનાં ફળની પિઠે અતિ દારુણ એવા મૈથુનને કોણ સેવે? મૈથુનથી કંપ, સ્વેદ, શ્રમ, મૂછ, ચકરી, ગ્લાનિ, બલક્ષય, ક્ષયરોગ વગેરે રેગે પ્રાપ્ત થાય છે. સ્ત્રીની યોનિમાં અતિ સૂક્ષ્મ જંતુઓના સમૂહ હોય છે, તે મૈથુન વખતે નાશ પામે છે. વાસ્યાયને પણ કહ્યું છે કે, “હીમાંથી પેદા થતા તથા મૃદુ, મધ્યમ કે ઉત્તમ શક્તિવાળા સુક્ષ્મ જંતુઓ યોનિમાર્ગમાં એક પ્રકારની ખજવાળ પેદા કરે છે.” જે માણસ સ્ત્રીસંભેગથી પિતાના કામવરનો ઉપાય કરવા ચાહે છે, તે અગ્નિને ઘીની આહુતિ વડે હેલવવા ઇચ્છે છે. તપેલે લેઢાને સ્થંભ આલિંગવો સારે; પરંતુ
ઉપરાંત ચેરી કરાવનાર, તેને સલાહકાર, તેને ભેદ જાણનાર, તેને માલ વેચાતો લેનાર, તથા તેને સ્થાન તેમ જ ખાવાનું આપનાર પણ શેર જ ગણાય છે. ટીકા.
૧. મલિક અને રૌહિણેયની કથા માટે જુઓ પુસ્તકને અંતે ટિપ્પણ
૨. મૂળમાં અહીં “વા” એટલે કે “અથવા” શબ્દ છે. જન આચારના ઇતિહાસમાં એક વખતે સ્વદાર સંતોષ-વ્રત અને પારદાર વર્જન-વત એમ બે પ્રકાર પણ હતા. પરદાર-વજન-વ્રત લેનારે “પરસ્ત્રી’ નહીં એવી કન્યા. વિધવા કે વેશ્યાને સ્વીકાર કરી શકતો.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org