________________
ચિોગશાસ્ત્ર
सत्य
અસત્યના ફળરૂપે મૂંગાપણું, તોતડાપણુ તેમજ મુખના વિવિધ
રેગે પ્રાપ્ત થાય છે એમ જાણીને, માણસે અસત્યને ત્યાગ કરવો. સ્થૂલ અસત્ય પાંચ
પ્રકારનું છે : કન્યા વિષયક, ગાય વિષયક, 'ભૂમિવિષયક, થાપણ વિષયક, અને ખોટી સાક્ષી વિષયક. કારણ કે, એ બધું લેકથી વિરુદ્ધ છે, વિશ્વાસને ઘાત કરવારૂપ છે, અને ધર્મથી ઊલટું છે. અસત્યથી આ લેકમાં નિંદા અને હલકાપણું પ્રાપ્ત થાય છે, તથા પરલોકમાં અધોગતિ થાય છે. જે વસ્તુ પિતે જાણતા ન હોઈએ, કે જેમાં આપણને શંકા હોય, એવી બાબતમાં પ્રમાદથી પણ બુદ્ધિમાને અસત્ય ન બોલવું. હેય તેને છુપાવવું, ન હોય તેને ઊભું કરવું, હોય તેનાથી જુદું કહેવું, કેઈને સદોષ પ્રવૃત્તિમાં પ્રેરવું, કેઈને અપ્રિય વચન કહેવું, કોઈને ગાળ ભાંડવી વગેરે અસત્ય વચનથી, વંટોળિયા વડે જેમ મોટાં ઝાડ ભાંગી પડે, તેમ કલ્યાણ અથવા શ્રેય નાશ પામે છે. પશ્ય કરવાથી જેમ વ્યાધિઓ ઉત્પન્ન થાય છે, તેમ અસત્ય બલવાથી વેરવિરોધ, વિષાદ-પશ્ચાત્તાપ, અવિશ્વાસ, અવમાન વગેરે ક્યા કયા દેષ નથી ઊપજતા? અસત્ય બોલવાથી જીવને નિગોદર, પશુ કે નરકનિ પ્રાપ્ત થાય છે. ભયથી કે બીજાના આગ્રહથી પણ જૂઠું ન બેસવું. કાલિકાચાર્યને દુરાત્મા દત્ત રાજાએ યજ્ઞનું ફળ પૂછયું, ત્યારે તેમણે રાજાની બીક વિના સીધું કહી દીધું
૧. આની પહેલાં “મં” “મં” બોલવાપણું, અને અસ્પષ્ટ બેલવાપણું (મન્મન, હૃઋત્વ) એવા બે શબ્દો છે.
૨. “કન્યાવિષયક અસત્ય ' એટલે કે, કન્યા નાની હોય તો પણ મટી કહેવી, દૂષણવાળી હોય છતાં નિર્દોષ કહેવી વગેરે. “ગાયવિષચક અસત્ય” એટલે કે, ગાય કે કોઈ જાનવરને હેય તેનાથી સારું કહેવું કે ખરાબ કહેવું, તથા પિતાનું ન હોય છતાં પોતાનું કહેવું વગેરે. પછીના પ્રકારો સમજાય તેવા છે.
૩. નિગોદ એટલે અનંતકાચિક છે. તેવા અનંત છનું એક જૂથ હેય છે; તથા તે બધાની પોષણ અને શ્વાસપ્રશ્વાસની ક્રિયા સહિયારી હેય છે. તેઓ અતિ દુઃખી મનાય છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org