________________
૨. ગૃહસ્થગની તૈયારી-૧ અહિંસાને લગતા બીજા કેટલાક શ્લેકે ટીકામાં છે, તે આ પ્રમાણે : બીજાના દેહના નાશની પેઠે, બીજાને કાંઈ દુઃખ દેવું કે, તેને માનસિક કલેશ કે વેદના કરાવવાં એ પણ હિંસા જ છે. પ્રાણી પ્રમાદથી બીજાની જે હિંસા કરે છે, તેને જ્ઞાનીઓએ સંસારનું મૂળ કહેલી છે. જે પ્રમાદી છે, તેના વડે કેઈન શરીરનો નાશ ન થાય તે પણ તેને હિંસાનું પાપ ચોક્કસ લાગે છે. પરંતુ જે અપ્રમાદી છે, તેના વડે કાઈના શરીરને નાશ થાય તો પણ તેને હિંસાનું પાપ લાગતું નથી. કેટલાક એવું કહે છે કે, હિંસક પ્રાણીઓને નાશ કરવામાં પાપ નથી; કારણે કે, એક હિંસક પ્રાણને મારવાથી તેને હાથે મરનારાં અનેક પ્રાણીઓનું રક્ષણ થાય છે ! પણ તે ખોટું છે. કારણ કે, જગતમાં હિંસક નહિ એવું કોણ છે? ઉપરાંત, ધર્મનું મૂળ અહિંસા છે; હિંસા કર્યાથી ધર્મ શી રીતે પ્રાપ્ત થાય ? કારણ કે, હિંસા પોતે જ પાપનું કારણ છે; એટલે હિંસા પાપને દૂર કેવી રીતે કરી શકે? કેટલાક એમ કહે છે કે, દુઃખીઓને મારવામાં દેષા નથી; કારણ કે, તેમ કરવાથી દુ:ખી જીવ દુઃખમાંથી મુક્ત થાય છે ! પરંતુ તે માન્યતા પણ ભૂલભરેલી છે. કારણ કે, એવી રીતે મારેલાં તે પ્રાણીઓ આ દુઃખમાંથી છૂટી નરકમાં તેથી પણ વધારે દુઃખ નહિ પામે તેની શી ખાતરી ? વળી એ દલીલથી તો એમ જ કહેવું જોઈએ કે, સુખી લેકેને માર વામાં જ પુણ્ય છે; કારણ કે, તેઓ જેટલું વધારે આવશે તેટલું વધારે પાપ કરશે! માટે એવાં બધાં કુવચનો ત્યાગ કરવો. જે દેહથી ભિન્ન જીવ જ નથી માનતા, કે જેઓ તે બંનેને એકાંતિક ભેદ માને છે, તેમને મતે હિંસા જેવી વસ્તુ જ સંભવતી નથી. પરંતુ, “જીવ શરીરથી ભિન્ન છે; અને અભિન્ન પણ છે,” એ મત જ વિચારથી સમજી શકાય તેવો છે તેમજ સ્વીકારવા યોગ્ય પણ છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org