________________
૧૯
યોગશાસ્ત્ર
'
'
C
વેષમાં રાક્ષસ જ છે.’ દેવાને અલ આપવાને બહાને કૈ યનને ખાને જે ક્રૂર લોકા વેને હણે છે, તેએ ધાર દુર્ગાંતિને પામે છે. શમ, શીલ અને દયામૂલક જગતકલ્યાણકારી ધમ ને ત્યજી, મંદબુદ્ધિ લોકેએ હિંસાને જ ધમ હરાવી છે, એ કેવી નવાઈની વાત છે? સ્મૃતિમાં કહ્યું છે કે, તલ, ડાંગર, જવ, અડદ, પાણી, કે ફળમૂળ વિધિસર પિતરોને આપવામાં આવે તે તેમને એક મહિના સુધી તૃપ્તિ થાય છે; માલીના માંસથી એ મહિના, હરણના માંસથી ત્રણ મહિના, ઘેટાના માંસથી ચાર મહિના, પક્ષીના માંસથી પાંચ મહિના, બકરાના માંસથી છં મહિના, - પૃત ' મૃગના માંસથી સાત મહિના, એણુ ’ મૃગના માંસથી આઠ મહિના, પુરવ મૃગના માંસથી નવ મહિના, વરાહ અને પાડાના માંસથી દશ મહિના, સસલા તથા કાચબાના માંસથી અગયાર મહિના, ગાયના દૂધ અને પાયસથી એક વર્ષ, તથા ઘરડા બકરાના માંસથી બાર વર્ષ સુધી તૃપ્તિ થાય છે. * આવાં આવાં સ્મૃતિવાકય અનુસાર જે મૂઢા પિતૃની તૃપ્તિ અર્થે હિંસા કરે છે, તેની પેાતાની પણ દુર્ગતિ થાય છે. જે માણુસ અન્ય ભૂતપ્રાણીઓને અભયદાન આપે છે, તેને જ તેમના તરફથી ભય રહેતા નથી. એવા નિયમ છે કે, જેવું આપે તેવું પામેા. ' ધનુષ્યધારી ( શંકર ), દંડધારી ( યમ ), ચક્ર તથા અસિધારી ( વિષ્ણુ ), લધારી ( શિવ ) અને શક્તિધારી ( કુમાર ) વગેરે દેવા હિંસક હાવા છતાં તેમને દેવબુદ્ધિથી પૂજવામાં આવે છે, એ ભારે દુ:ખની વાત છે. અહિંસા માતાની પેઠે સવ` ભૂતાની હિતકારિણી છે; અહિંસા જ સૌંસારરૂપી મરુભૂમિમાં અમૃતનદી છે; અહિંસા દુઃખરૂપી દાવાગ્નિને શાંત કરનાર વરસતી વાદળી છે; અને અહિંસા જ સંસારરૂપી રાગથી પીડિત લોકોને માટે પરમ ઔષધ છે. દીધ આયુષ્ય, પરમ રૂપ, આરાગ્ય અને પ્રશંસાપાત્રતા, એ અંધાં અહિસાનાં જ ફળ છે. વધારે શું કહીએ ? અહિંસા સર્વ કામનાએ પૂરી કરનારી છે. [૨/૧૯-પ૨ ]
.
મનુસ્મૃતિ અબ્યા ૩, શ્લો૦ ૨૬૬–૭૧.
*
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org