________________
૨. ગૃહસ્થયાગની તૈયારી – ૧
૧૭
પણ સર્વાંગસંપૂણુ હાઇને હિંસાપરાયણ હોય તે નહિ સારા. વિદ્મની શાંતિને અર્થે કરેલી હિંસા પણ પરિણામે વિશ્ર્વકર જ થઇ પડે છે; તથા કુલાચાર માનીને કરેલી હિંસા પણ કુલના વિનાશ કરનારી થાય છે. વંશપરંપરાથી ચાલતી આવેલી હિંસાને પણ જે તજી દે છે, તે કાલસૌરિકના પુત્ર સુલસના જેવા પ્રશસાપાત્ર થાય છે. ૧ માણુસ હિંસાના ત્યાગ ન કરે ત્યાં સુધી તેને ઇંદ્રિયનિગ્રહ, દેવગુરુની ઉપાસના, તથા દાન અધ્યયન અને તપ વગેરે શુભ કર્મો પણ નિષ્ફળ જાય છે. હિંસાપ્રધાન શાસ્ત્ર ઉપદેશનારા લાભાંધ નિર્દય લોકા મુગ્ધ બુદ્ધિના વિશ્વાસુ લેાકાને નરકના ભાગી કરે છે. તેઓ કહે છે, સ્વયંભૂએ પેાતે જ પશુઓને યજ્ઞ માટે સર્જ્યો છે. યજ્ઞ જગતના કલ્યાણુ અર્થ છે, માટે યજ્ઞમાં કરેલી હિંસા હિંસા નથી.૨ યજ્ઞને માટે હણેલાં પશુ, વનસ્પતિ, વૃક્ષ. જાનવર, અને પક્ષીએ ઉચ્ચ ગતિને પામે છે. મનુએ કહ્યું છે કે, મધુપક માં, યજ્ઞમાં તેમજ પિતૃનાં કે દેવાનાં કર્મામાં પશુએની હિંસા કરવી, પરંતુ બીજે નહિ; યજ્ઞાદિ નિમિત્ત પશુની હિંસા કરનારો વૈવિદ્ બ્રાહ્મણ પોતાને તેમજ તે પશુને ઉત્તમ ગતિ પમાડે છે. આ પ્રમાણે હિંસાના ઉપદેશ કરનારું શાસ્ત્ર રચનારા ક્રૂરકી લેાકા કયા નરકમાં જશે? કારણુ કે, તે તે નાસ્તિકા કરતાં પણ વધુ નાસ્તિક છે. કહ્યું છે કે, · ચાર્વાક બિચારા સારા, કારણ કે તે તે ઉઘાડે! નાસ્તિક છે; પરંતુ મેઢે વેદ ખેલતા જમિન તા તાપસના
♦
૧. કાલસૌકરિક એક ખાટકી હતેા. તેના મૃત્યુ ખાદ તેના પુત્ર સુલસને તેનાં કુટુંબીજને એ ખાટકીને ધંધા કરવાનું કહ્યું. પરંતુ તેણે પેાતાના પિતાની . દુર્દશા જોઈ હતી, અને તેને ખાતરી થઈ હતી કે પિતાની દુર્દશાનું કારણ તેના હિંસક ધધા જ હતું. તેથી તે કેમેય કબૂલ ન થ્યા. ત્યારે તેનાં કુટુંબી તેને કહેવા લાગ્યાં કે, તારા પાપમાં અમે ભાગીદાર થઈશું, તે પછી તારે શા વાંધા છે? ત્યારે સુલસે એક કુહાડી પેાતાની જાધમાં માર્યો અને તેની વેદના સગાંઓને વહેંચી લેવા કહ્યું, પણ કાઈ તેમ કરી શકસું નહિ.
ર. જીએ મનુસ્મૃતિ અધ્યારૂ ૫, શ્ર્લે, ૩૯૪૨,
૩. એક ક્રિયાવિશેષ, તેમાં ગાયના વધ કરવાના હેાય છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org