________________
૨. ગૃહરથયાગની તેયારી-૧
૧૫ અને તીર્થસેવા એ પાંચ સમ્યકત્વનાં ભૂષણ છે. શંકા, (બીજાના ધમમાં સુખકર માગ હોવાથી તેની ઈચ્છારૂપી) કાંક્ષા, (આ મહાન કષ્ટ સહન કરવાનું કાંઈ ફળ હશે કે કેમ એ પ્રમાણે બુદ્ધિની અસ્થિરતા
પી) વિચિકિત્સાર, પિતાના ધર્મથી વિપરીત માન્યતાવાળા મિથ્યા દષ્ટિ લોકેની પ્રશંસા, તથા તેમને સંસર્ગ-એ પાંચ સભ્યત્વનાં દૂષણ છે. [૨/૧પ-૭] આ પ્રમાણે દઢ સમ્યફવયુક્ત ગૃહસ્થ પાંચ અણુવ્રત વગેરે વ્રત
ધારણ કરવાં. અણુવ્રત એટલે નાનાં – ગુહસ્થ વાં મળવા માટેનાં વ્રત. સ્થૂલ હિંસા, સ્થૂલ અસત્ય, પૂલ
ચૌય, સ્થૂલ અબ્રહ્મચર્ય, અને સ્થૂલ પરિગ્રહમાંથી, મન વાણી અને કાયા વડે એ ત્રણ પ્રકારે, તથા જાતે ન કરવું તેમજ બીજા પાસે પણ ન કરાવવું એ બે પ્રકારે નિવૃત્ત થવું, તે અણુવ્રત કહેવાય છે. “શૂલ” હિંસા એટલે જેમનામાં હિંસાદિને લગતો જૈન શાસ્ત્ર એટલે સૂક્ષ્મ વિચાર નથી તેવા અન્યધર્મીઓ પણ જેને હિંસા માને છે તે, એટલે કે જંગમ જેની હિંસા. અહીં હિંસાદિ જાતે ન કરવાં કે બીજા પાસે ન કરાવવાં એમ બે પ્રકાર જ લીધા છે, અને “કોઈને અનુમતિ પણ ન આપવી” એ ત્રીજો પ્રકાર નથી
૧. તીર્થંકરનાં જન્માદિ સ્થાને તે તીથ. અથવા અહત ભગવાન તેમજ તેમને ચતુર્વિધ સંઘ પણ તીથ કહેવાય છે. તીર્થ એટલે સંસારનદી પાર કરવાને સુખે ઊતરી શકાય તેવો માર્ગ. – ટીકા.
૨. શંકા અને વિચિકિત્સા વચ્ચે ટીકામાં એ ભેદ બતાવ્યો છે કે, શંકા તો તના સ્વરૂપને લગતી હોય છે, જ્યારે વિચિકિત્સા ક્રિયાની બાબતમાં હોય છે. “વિચિકિત્સા એટલે સદાચારી મુનિઓની નિંદા,” એ બીજે વિકલ્પ પણ ટીકામાં છે.
૩. મૂળમાં વગેરે” એટલું વધારે છે. “વગેરે ને અર્થ એ કરવો કે મન-વાણી-કાયા વડે એ ત્રણ, અને કરવું કરાવવું એ બે પ્રકારો મેળવવાથી જેટલા ક્રમે સંભવે, તે બધા. જેમકે ૩-૨, ૨-૨,૧-૨,૧૩,૧-૧ વગેરે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org