________________
યોગશાસ્ત્ર શાસ્ત્રોને તો કોઈ કર્તા જ ન હોવાથી તેમાં દોષને સંભવ જ નથી.” તેને જવાબ એ છે કે, કોઈ પુરુષે ન કહ્યું હોય એવું વચન જ અસંભવિત છે; અને છતાં એવું સંભવે એમ માને તે પણ તેને પ્રમાણભૂત છે કે નહિ તે નકકી કરવાનું સાધન એક જ છે, અને તે
એ કે, તે વચન કોઈ આપ્ત – અનુભવીનું છે કે નહિ તે તપાસવું. મિથ્યાદષ્ટિવાળાઓએ પ્રવર્તાવેલ અને હિંસાદિ દોષથી કલુષિત એવો ધર્મ, ધર્મ કહેવાતો હોય તો પણ સંસારમાં રખડાવનાર જ થઈ પડે છે. રાગદિયુક્ત હેવા છતાં દેવ કહેવાય, અબ્રહ્મચારી હોવા છતાં ગુરુ કહેવાય, અને દયા-અહિંસા વિનાને હોવા છતાં ધર્મ કહેવાય, તે પછી આ જગતની આશા જ મૂકવી ! [૨/૧૧-૪] શમ, સંવેગ (મુમુક્ષા), નિર્વેદ (વૈરાગ્ય), અનુકંપા અને
આસ્તિકતા એ સમ્યકત્વનાં લક્ષણ છે. જિનેએ સવનાં સ્ત્રક્ષા, કહેલા ધર્મમાં સ્થિરતા, તે ધર્મની ઉન્નતિ મૂળ અને કૂષણ કરવામાં મદદ કરવારૂપી પ્રભાવના, તે ધર્મ
પ્રત્યે ભક્તિ, તે ધર્મના સિદ્ધાંતમાં કુશળતા, ૧, સાચે ધર્મ કોને કહે એ બાબતમાં મનુના મંતવ્ય માટે જુઓ પુસ્તકને છેડે પૂતિ ૧.
૨. ક્રોધાદિ કષાયો તથા વિષયતૃષ્ણ ન થવાં તે.– ટીકા.
૩. જિનેએ કહેલા જીવ, પરલોક વગેરે ભાવો છે (અસ્તિ), એમ માનવું તે. - ટીકા.
૪. ટીકામાં નીચે પ્રમાણે એક શ્લેક ટાંકી આઠ જણને ધમની પ્રભાવના કરનારા તરીકે વર્ણવ્યા છે. સારી રીતે આગમગ્રંશે જાણનાર, ધર્મકથા સારી રીતે કરી શકનાર, વાદવિવાદમાં કુશળ, નિમત્તશાસ્ત્ર દ્વારા કિાલિક લાભાલાભ કહી શકનાર, કઠોર તપ આચરી જાણનાર, પ્રજ્ઞપ્તિ વગેરે શાસનદેવતાઓ જેની મદદમાં છે તે, વશીકરણ વગેરે જાણનારે, અને કવિ. પછીના વખતમાં જૈન સાધુઓ જારણ-મારણ, કે દેવદેવીની સાધનામાં કેવી રીતે પડ્યા તે આ શ્લોક ઉપરથી કલ્પી શકાશે. જૂનાં શાસ્ત્રોમાં જે નિમિત્તાદિ શાસ્ત્રો ત્યાજ્ય કહ્યાં છે, તેમનું સેવન ધમની ઉન્નતિ માટે જ કરીને એ લોકોએ ધમની ખરેખર જ ઉન્નતિ કરી કે કેમ એ વિચારવા જેવું છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org