________________
૨. ગૃહસ્થયેગની તૈયારી-૧ કરવી જોઈએ; તેનું જ શરણ ઈચ્છવું જોઈએ અને તેની જ આજ્ઞા
સ્વીકારવી જોઈએ. જે દેવો સ્ત્રી, શસ્ત્ર, માળા વગેરે રાગાદિનાં ચિહ્નોથી કલંકિત છે, તથા શાપ-વરદાન આપ્યા કરે છે, તેઓ મુક્તિ ન અપાવી શકે. નાટય, અટ્ટહાસ, સંગીત વગેરે ધમાલમાં વ્યગ્ર દે, પિતાને શરણે આવેલાઓને શાંતિપદ કેવી રીતે પ્રાપ્ત કરાવે? [૨/૪-૭] જેઓ મહાવ્રતધારી છે, જેઓ ધીર છે, જેઓ માત્ર ભિક્ષાથી
જ નિર્વાહ કરે છે, જેઓ સમતામાં સ્થિત છે, સાજો ર તથા જેઓ સાચો ધર્મ ઉપદેશે છે, તેઓ સાચા
ગુર છે. જેઓ શિષ્યનાં સ્ત્રી–ધન-ધાન્ય વગેરે સર્વની અભિલાષા કરનારા છે, જેઓ મઘ માંસ વગેરે સર્વ ખાયા કરે છે, જેઓ પુત્ર સ્ત્રી વગેરે પરિગ્રહવાળા હેઈ અબ્રહ્મચારી છે, તથા મિશ્યા ઉપદેશ આપનારા છે, તેઓને ગુરુ ન કહી શકાય. જેઓ પિતે
જ સ્ત્રી વગેરે પરિગ્રહ તથા સર્વ પ્રકારની હિંસાદિ પ્રવૃત્તિઓવાળા છે, તેઓ બીજાને શી રીતે તારી શકે? જે પિતે જ દરિદ્રી છે, તે બીજાને ધનવાન શી રીતે બનાવી શકે? [ ૨/૮-૧૦ ] દુર્ગતિમાં પડતા પ્રાણીને ધારણ કરે – બચાવે- તેનું નામ
ધમ. સર્વજ્ઞ પુરુષોએ ઉદેશેલો સંયમાદિ દશ સાચો ધર્મ પ્રકારને ધમર મુક્તિ અપાવી શકે છે. કેટલાક
લેકે પિતાના ધર્મને અપોષય ” એટલે કે “કઈ પુરુષે ન કહેલે” કહીને શ્રેષ્ઠ માને છે; અને કહે છે કે, “પુરુષે કહેલી વાણીમાં તે દેષ હાય પણ ખરા અને ન પણ હોય; પરંતુ અમારાં
૧. જેને પિતાનામાં અપૂણતા લાગતી હોય, તે જ બીજાના નામની માળા ફેરવતો હોય. તેથી, હાથમાં માળા હેવી એ કોઈની પાસેથી કંઈ મેળવવાની ઇચ્છાનું પ્રતીક છે, પૂર્ણતાનું નહિ.- ટીકા.
૨. તત્વાર્થસૂત્ર ૯-૬માં જણાવ્યા પ્રમાણે ક્ષમા (સહનશીલતા), મૃદુતા, આર્જવ (વિચાર, વાણી અને વર્તનની એકતા ), શૌચ (શરીરમાં આસક્તિને અભાવ), સત્ય, સંયમ, તપ, ત્યાગ, આકિંચન્ય (કોઈ વસ્તુમાં મમત્વ ન રાખવું) અને બ્રહ્મચર્ય (ગુરુ સાથે નિવાસ) – આ દશ પ્રકારને ધર્મ છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org