________________
૧. યોગ એટલે? સમિતિઓ પાંચ છે : લેકેની અવરજવરવાળા તથા સૂર્યના
પ્રકાશવાળા ધેરી માર્ગે કઈ જંતુને કલેશ ન થાય વર સમિતિબો તે માટે સાવધાનતાપૂર્વક ચાલવું તે “ઈર્યા
સમિતિ; દોષયુક્ત વાણને ત્યાગ કરી સર્વ લેને હિતકર અને પરિમિત બેલવું એ “ભાષાસમિતિ'; ૪૨ ભિક્ષાથી અદૂષિત એવું અન્ન હંમેશાં લેવું એ “એષણાસમિતિ ; વસ્તુમાત્રને જોઈ-તપાસી કાળજીપૂર્વક લેવી-મૂકવી, એ “આદાન-નિક્ષેપ-સમિતિ;” કફ, મૂત્ર, મલ વગેરે અનુપયોગી વસ્તુઓ જીવજંતુ વિનાના સ્થાનમાં કાળજીપૂર્વક નાખી આવવી, એ “ઉત્સર્ગસમિતિ.” [૧/૩પ-૪]. ગુપ્તિઓ ત્રણ છે : કામક્રોધાદિ કલ્પનાજાળમાંથી મનને મુક્ત
કરવું, પિતાના કલ્યાણને ઉપયોગી પદાર્થોના ત્રણ ચિંતનમાં તેને સમભાવપૂર્વક પરોવવું, તથા અંતે
શુભ કે અશુભ મનોવૃત્તિઓને નિરોધ કરી આત્માની અંદર જ તેને રમમાણ કરવું, એ મને ગુપ્તિ'; મેં, આંખ વગેરે વડે અણસારા કર્યા વિના મૌન ધારણ કરવું, તેમજ શાસ્ત્રાનુસાર ઉપયોગ જેટલું બોલવું એ “વાગગુપ્તિ; અને ગમે તેટલાં વિધ્ર આવે તો પણ (ધ્યાનાદિ વખતે) શરીરની નિશ્ચલતા રાખવી, તેમજ શયન આસન,
૧. જે રસ્તે લોકોની વારંવાર આવજા થતી હોય ત્યાં સજીવ જંતુ કે વનસ્પતિ વગેરે પડ્યાં હોવાનો સંભવ છે હેય.
૨. ટીકામાં વધુમાં જણાવ્યું છે કે, કાળજીપૂર્વક ચાલતાં હિંસા થઈ જાય તેપણ વધે નથી, પરંતુ કાળજી વિના ચાલતાં તો જીવ મરે કે ન મરે તોપણ હિંસા થાય જ.
૩. જુઓ પુસ્તકને અંતે ટિપ્પણ ન. ૧.
૪. વાગગુપ્તિ અને ભાષાસમિતિ એ બેમાં તફાવત એ છે કે, ગુપ્તિમાં સર્વથા વાણી વ્યાપારને નિરોધ, તેમજ સમ્યમ્ વાણવ્યાપાર એ બે વસ્તુઓ રહેલી છે; જ્યારે સમિતિમાં તે સભ્ય વાણવ્યાપાર એ એક જ વસ્તુ રહેલી છે.–ટીકા.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org