________________
ચોગશાસ્ર
પ્રિય અને હિતકર એવું સાચું ખેલવું તેનું નામ સત્ય. જે વચન સત્ય હોવા છતાં અપ્રિય અને અહિતકર હાય, તે સત્ય નથી.૧ [ ૧/૨૧]
માલિકે આપ્યું ન હોય ત્યાં સુધી તેનું કાંઈ ન લેવું, એ અસ્તેય અથવા અચૌય છે. ધનાદિ પદાર્થો મનુષ્યના બાહ્ય પ્રાણુ જેવા છે; તે હરી લો, એટલે તેના પ્રાણ જ હરી લીધા એમ કહેવાય. [૧/૨૨]
દિવ્ય કે સ્થૂલ શરીરે। સાથે મન-વાણી-કાયાથી, તેમ જ કરવું કરાવવું કે અનુમતિ આપવી એમ અઢાર પ્રકારથી કામભાગને ત્યાગ, તેનું નામ બ્રહ્મચર્યાં. [૧/૨૩ ]
સર્વ પદાર્થાંમાં આસક્તિના ત્યાગ તેનું નામ અપરિગ્રહ. માત્ર ખાદ્ય પદાર્થોના ત્યાગ એટલે અપરિગ્રહ નહિ. કારણ કે, પદાર્થ ત્યાગ્યો હાય પણ તે માટેની આસક્તિથી ચિત્ત ક્ષુબ્ધ રહે છે. [૧/૨૪]
આ દરેક વ્રતની પાંચ પાંચ ભાવનાઓ છે. એ ભાવના વડે ભાવિત કરેલાં વ્રતા જ અમેાધ નીવડે છે, તેમ જ ગમે તેને શાશ્વત પદની પ્રાપ્તિ કરાવે છે. [૧/૧૯,૨૫]
બુદ્ધિમાન પુરુષે અહિંસાત્રતને નીચેની પાંચ ભાવનાઓથી પુષ્ટ કરવું: સ્વ-પરને કલેશ ન થાય તે રીતે સાવધાનતાપૂર્વક ચાલવું; મનને અશુભ ચિંતનમાંથી રેકી, શુભ ચિંતને લગાડવું; ભિક્ષા, તેનું ગ્રહણ કે તેને ઉપયોગ એ ત્રણે બાબતોમાં સાવધાન રહેવું; વસ્તુને લેવા-મૂકવામાં કાળજી રાખવી; અને ખાવા-પીવાની વસ્તુ ખરાબર જોઈ
अहिंसावती पांच भावनाओ
૧. કાણાને કાણા કહેવા એ અપ્રિય સત્યના દાખલે છે; અને પારધી પૂછે કે, તમે રસ્તામાં હરણા જોયાં? તેના જવાબમાં જોયાં હોય અને હા કહે, તે તે ખીા પ્રાણીએને અહિતકર એવું સત્ય છે. - ટીકા
--
ર. મૂળમાં ‘મૂર્છા” છે.
૩. ઔષધને ભાવનાએ દેવાથી તે જેમ વધુ પરિણામકારક બને છે, તેમ દરેક વ્રતને અનુકૂળ એવી આ કેટલીક પ્રવૃતિએ દરેક વ્રત જીવનમાં ઊંડું ઊતરે છે.
ભાવનાએ – થી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org