________________
યોગશાસ્ત્ર શકે છે, પૃથ્વી, પાણી, આકાશ વગેરે સ્થળે તે ગમે તેમ ગતિ કરી શકે છે; તે શાપ કે વરદાન આપવા સમર્થ થાય છે; દૂરના કેઈ પણ મૂર્ત દ્રવ્યનું જ્ઞાન કરી શકે છે; તથા બીજાનાં ચંચળ મન પ્રત્યક્ષ દેખી શકે છે. પરંતુ એ બધી સિદ્ધિઓ તે ગરૂપી કલપક્ષની પુષ્પશ્રી જેવી છે; તેનું ફળ તે મેક્ષ છે. [૧/૫-૯]
વેગનું માહાસ્ય કેવું અદ્ભુત છે! ભરતક્ષેત્રને રવામી ભરત ચક્રવર્તી વિશાળ સામ્રાજ્ય વહન કરતા હોવા છતાં ગ વડે મેક્ષ પ્રાપ્ત કરી શક્યો, પહેલી જ વાર મનુષ્ય શરીર પામેલી હેવાથી ઋષભદેવની માતા મરુદેવાને પૂર્વજન્મની કશી ધર્મસંપત્તિ ન હેવા છતાં કેગના પ્રભાવથી તે એક જન્મે જ પરમ પદ પામી શકી; બ્રાહ્મણ, સ્ત્રી, ગર્ભ, અને ગાયની હત્યા જેવાં મહાપાપ કરનારા, તથા નરકના અતિથિ જેવા લૂટારુ દઢપ્રહારી વગેરેને વેગ જ ટેકારૂપ થઈ પડ્યો; તથા તરતમાં જ જેણે રસ્ત્રી હત્યા કરી છે એવા દુરાત્મા ચિલાતીપુત્રને પણ વેગે જ બચાવ્યું. તેવા યુગની પૃહા કેને ન થાય? [૧/૧૦૩]
• ૧. ટીકામાં આ ભરત વગેરેની લાંબી કથાઓ છે. ભરત ચક્રવતીએ ભાઈઓ સાથે ઝઘડીને સાર્વભૌમત્વ પ્રાપ્ત કર્યું હતું. પરંતુ એક વાર વીંટી સરી પડવાથી શભા વિનાની બનેલી પિતાની આંગળી દેખીને તેને વિવેકજ્ઞાન થયું, અને ત્યારથી યોગનું અવલંબન લઈ તે તરી ગયો. પત્રકમાં અધ બનેલાં મરુદેવી પોતાના પુત્ર કષભદેવ તીર્થકર થયા બાદ તેમનાં દર્શનથી જ યોગયુક્ત બની તરી ગયાં; દૃઢપ્રહારી ભયંકર લૂટારુ હતો. પરંતુ એક દરિદ્ર બ્રાહ્મણકુટુંબની પોતે કરેલી દુર્દશાથી નિરાધાર બનેલાં બાળકોની સ્થિતિ વિચારમાં આવતાં યોગયુક્ત બની તરી ગયે; ચિલાતીપુત્ર લૂટારુ પણ પિતાની • પ્રિયતમાને તેના બાપને ત્યાંથી ઉપાડીને નાસતાં ઘેરાઈ જવાથી તેનું માથું
એકલું કાપી લઈ નાસી છૂટય; પણ પછી તે કપાયેલા માથાને જોઈને જ તેને શેકમાંથી યોગની પ્રાપ્તિ થઈ. આ બધા દાખલાઓમાં ઉત્તરોત્તર પાપને ભાર વધતો જાય છે; અને તેમ તેમ તે પાપના ભારનેય હટાવનાર યોગના પ્રભાવનું પણ દર્શન થતું જાય છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org