________________
૧
યાગ એટલે?
વારી ન શકાય એવા રાગાદિ રિપુ-સમૂહનું નિવારણ કરનાર યોગીનાથ મહાવીરને નમસ્કાર. તે ભગવાન અનેકના
मंगलाचरण
ઉદ્ધારક છે. ફાધર નાગ આવીને ૬૧ કરે, કે દેવાધિદેવ દ્ર આવીને ભક્તિથી ચરણસ્પર્શ કરે,
તે પણ જેમનું મન સમાન રહે છે, તથા પેાતાને દુ:ખ દેનાર પ્રાણી પ્રત્યે કૃપાથી જેમનાં નેત્ર આંસુભર્યાં થાય છે, તેવા શ્રી વીરપ્રભુને પુનઃ પુનઃ નમસ્કાર. [૧/૧-૩]
.
योगमहिमा
શાસ્ત્રો દ્વારા, ગુરુપરંપરા દ્વારા તથા પેાતાના અનુભવ દ્વારા યોગનું તત્ત્વ નિશ્ચિત કરીને આ ‘ યોગશાસ્ત્ર ’હું ચું છું. [૧/૪] યોગ સવ` વિપત્તિરૂપી વલ્લીસમૂહને નાશ કરનાર તીક્ષ્ણ પરશુ છે; તથા જડીબુટ્ટી, મત્ર કે તંત્ર વિના મેક્ષલક્ષ્મીને વશ કરનાર વશીકરણ છે. પ્રચંડ વાયુથી જેમ ગમે તેવી ધનઘટા દૂર થઈ જાય છે, તેમ યાગ વડે ગમે તેટલાં મેટાં પાપ પણુ નાશ પામે છે. લાંબા વખતથી એકઠાં થયેલાં લાકડાંને પણ જેમ પ્રચંડ અગ્નિ ક્ષણવારમાં ભસ્મસાત કરી નાખે છે, તેમ ચિરકાલથી ભેગાં થયેલાં પાપાને યાગ બાળી નાખે છે. યોગના પ્રભાવથી યાગીને કુ વગેરે શારીરિક મળ, તથા તેને સ્પર્શી પ્રભાવશાળી ઔષધિરૂપ બની જાય છે; તેને વિવિધ સિદ્ધિશક્તિ પ્રાપ્ત થાય છે; બધી ઇંદ્રિયોના વિષયાનું જ્ઞાન તે ગમે તે ઇંદ્રિય દ્વારા પ્રાપ્ત કરી ૧. ચડકૌશિક સ`ના આ પ્રસંગ માટે જીએ! આ માળાનું મહાવીરકથા′ પુસ્તક, (આવૃત્તિ ૨) પા. ૧૩૭ ઇ.
3
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org