________________
४३ છે. સમાજનું સંગઠન અને તેના સમ્ય—વ્યાપાર માટે જરૂરી એવી ક્રિયાત્મક વૃત્તિ નથી. આ નિવૃત્તિપરાયણતા આજની આપણી સમાજદષ્ટિને બરોબર નથી લાગતી. તેમાંય, પ્રચલિત દેશાચાર જે સડેલે હોય, રાજા જે કુરાજ હેય, તે પણ ગૃહસ્થ સમાધાનપૂર્વક એની યે આવશ્યક ક્રિયાઓ જ કરતે રહે, એ માનવું તે બહુ વસમું લાગે છે. શું એ સડા સામે થવાની ક્રિયામાં યેગશક્તિ નથી ? ગાંધીજીનું જીવન એવી જ ક્રિયાથી ઘડાયેલું આપણું સામે નથી પડયું ? મને લાગે છે, આપણું શાસ્ત્રીઓએ ગની આ અણખેડાયેલી દિશા પણ જોઈ કાઢવા જેવી છે. “મિતધ્યાના', “તીવ્રસેવે નામસન્ન: ' ઇત્યાદિ વેગસ આવી આવી અનેક ક્રિયાઓનાં જ વર્ણાયક છે. એ ક્રિયાઓ યુગે યુગે વિકસે, ખીલે, શોધાય ને સંશધાય એમ એગશાસ્ત્રકારોને સંકલ્પ છે, એમ જરૂર માની શકાય.
હેમાચાર્યનું આ ગશાસ્ત્ર વાંચતાં બીજું એક જ લાગે છે તે એ કે, ગાધિકારી જેને ધધો કયો કરો ? જે ઝીણું ઝીણું હેયાયેયનું વર્ણન આચાર્યો કર્યું છે તેમાંથી સાર એ નીકળે છે કે, જેન અમુક વેપારમાં જ પડી શકે, અને એ જ કાર્ય કરતા મોટા ભાગના જેને આજ છે પણ. ખેતી તથા અનેકવિધ કારીગરીને નિષેધ કરે એ કેવું સમાજઘાતક વિધાન છે! ખેર વધારે ઊણપ તો આ ગ્રંથમાં એ વસ્તુની મને લાગી છે કે, આચાર્યશ્રીએ જે ઝીણવટથી અનેકવિધ અતિચારે વર્ણવી આપણને ચેતવણી આપી છે, તેમ જ જે ગૃહસ્થને તેના ગ્રાહ્ય ધંધારોજગાર બાબતના અતિચારે ગણાવીને ચેતવ્ય હેત તે કેવું ઉતમ થાત ! આજના સમાજવાદ, તથા સંહતિવાદ (સિઝમ”) વગેરે અર્થવાદે આ બાબતમાં આપણને સારી પેઠે વિચારસામગ્રી પીરસે છે. આજના આપણું આચાર્યોએ હેમાચાર્યનું આ યોગશાસ્ત્ર એ દૃષ્ટિથી ખીલવવા જેવું છે. એવી જીવંત ને જાગ્રત સંશોધનશક્તિ એ જ ધર્મના કે યુગના પ્રાણ છે. આ ગ્રંથ તેને પ્રેરે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org