________________
४२
અને તે આ ગ્રંથનું ત્રીજું આકર્ષક લક્ષણ ગણાય. આખા સમાજને એક પ્રવાહ કરવાની વ્યાપક કવાયત એટલે આપણે યમ અને નિયમ. ધર્મમાત્રને ઝેક આ બે ગાંગાને સુદઢ કરવા મુખ્ય મથે છે. યમ એટલે પાંચ વ્રત – અહિંસા, સત્ય, બ્રહ્મચર્ય, અસ્તેય, ને અપરિગ્રહનિયમ એટલે, પતંજલિની ગણના પ્રમાણે, શૌચ, સંતોષ, તપ, સ્વાધ્યાય અને ઈશ્વરપ્રણિધાન. આચાર્ય હેમચંદ્ર પિતાના ગ્રંથમાં પંચ મહાવતને વેગના રત્નત્રયમાંના ચારિત્ર તરીકે બતાવે છે. અને નિયમમાં તે ઉપરોક્ત પાંચતત્ત્વોને પિતામાં ગૂંથી લે એવો જૈન આચારધમ વિસ્તારથી વર્ણવે છે. આ વાંચતાં વાચકને વલ્લભી તથા રામાનુજ વૈષ્ણવોની દિનચર્યા અને પ્રપત્તિ યાદ આવ્યા વગર નહિ રહે. હેમાચાર્યો જન સિદ્ધાંત અને તીર્થકર તથા સાધુઓ પ્રત્યે પ્રપત્તિ કેળવવાને લાંબા કાર્યક્રમ યોજી આપે છે. એકાગ્રતા અને અનન્યતા સાધવાના સહેલા અને સ્થૂલ માર્ગ તરીકે એ કાર્યક્રમથી યોગશકિત જરૂર ખીલવી શકાય. પણ તેની સહેલાઈ અને સ્કૂલતા જ તેને vulgar – ગતાનગતિક બનાવી મૂકે છે અને આજે જોવામાં આવતું તેનું હાસ્યચિત્ર કરી મૂકે છે. પણ એ અલગ વાત થઈ તેને અહીં અસ્થાને ગણી હોવી જોઈએ.
ગનાં પુસ્તક વાંચતાં એક વસ્તુ બધે એક યા બીજે રૂપે જેવા મળે છે તે આ ગ્રંથમાં પણ જોઈ ગૃહસ્થને વેગ માટેને અધિકાર વર્ણવતાં આચાર્ય કહે છે, “જે પ્રચલિત દેશાચાર આચરતે હોય, બીજાની અને ખાસ કરીને રાજાની નિંદા ન કરે તે હેય.” ગાંધીજીએ જે સ્વરાજોગ આજ આપણને બતાવ્યું છે તેમાં આ જ વસ્તુઓને સક્રિય વિરોધ કરવો એ એક મહત્ત્વની ક્રિયા છે. ઈશુ ખ્રિસ્તની • Render unto Caesar what is Caesar's...' zna મળતી જ આ જૂના ગાચાર્યોની શીખ છે. યુગમાં એક પ્રકારને વ્યકિતવાદ ખૂબ જ છે : તેણે યમનિયમ એજ્યા છે તેમાં સમાજને એક પ્રકારનું અભયદાન છે એ ખરું. પરંતુ એ માત્ર નાત્મક વૃત્તિ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org