________________
સેવી સાથેની પોતાની મુલાકાત વર્ણવતાં કહ્યું કે, મેંટેસરીએ હિન્દના યેગશાસ્ત્રનું સાહિત્ય મેકલવા તેમને જણાવેલું. આ માગણીમાં તે ભાઈને નવાઈ લાગી હતી કે, આ ડેસીને વળી વેગમાં શે રસ ! મને લાગે છે કે, ઘરના આપણે જે કદર ન કરી, તે દૂર દેશની આ સમર્થ કેળવણુકાર બાઈએ આપણું અદ્વિતીય કેળવણીશાસ્ત્રની કરી. અસ્તુ.)
સામાન્યતઃ કેળવણી અમુક ઉંમરે પૂરી થાય એ આપણે ખ્યાલ છે. એ કેળવણી તે અમુક શિક્ષણ માત્ર જ હોય છે. શરૂમાં જ આપણે જોયું એમ, જીવનના ઘડતરની કેળવણી કોઈ આયુવિશેષ વસ્તુ નથી. તે તે જન્મજન્માંતર ચાલનારી વસ્તુ છે. અને વેગ એવી કેળવણીનું વ્યાપક શાસ્ત્ર છે. જે આયુમાં (એટલે કે પ્રથમાવસ્થામાં) સામાન્યતઃ આપણે કેળવણીનું સ્થાન સમજીએ છીએ, તે તે આ વ્યાપક જીવન-કેળવણુને પ્રારંભ માત્ર છે. ત્યારે માનસની સર્વ શક્તિઓ તથા વલણ – વૃત્તિઓ સર્વીશે ખીલી નથી હતી. તે ઉંમરે અમુક પરવશતા પણ સહેજે હોય છે, તેથી પણ સ્વભાવની ખિલવણું સંપૂર્ણતઃ નથી થયેલી હતી. તે બધી ખીલે છે ત્યારે જ જીવનના ઘડતરને સાચો અને કૂટ પ્રશ્ન બરોબર સેળે કળાએ તપે છે. આચાર્ય હેમચંદ્રનું આ યોગશાસ્ત્ર તે વખતના કાળ માટેનું, જૈન દષ્ટિએ ઘડાયેલું શિક્ષણશાસ્ત્ર છે. તેમણે જે યેગનું આ ગ્રંથમાં
સ્વરૂપ બતાવ્યું છે તે ગૃહસ્થને માટે છે. અને તે પણ મુખ્યત્વે તેનું - સ્થૂલ બહિરંગ જે કહેવાય તે.
યોગ-સાધનના બે શાસ્ત્રીય ભાગ પાડવામાં આવે છે : બહિરંગ, જેમાં યમ, નિયમ, આસન અને પ્રાણાયામ આવી જાય. અને અંતરંગ જેમાં પ્રત્યાહાર, ધારણું અને ધ્યાન અથવા એ ત્રણને એક નામે કહીએ તે, “સંયમ” આવે. અંતિમ અંગ સમાધિ એ તે યુગને પર્યાયવાચક શબ્દ જ છે. (જુએ પાતંજલ યેગસૂત્ર ૧ના ભાષ્યમાં “T: સમાધિ.” એ ઉલ્લેખ) હેમાચાર્ય આ બહિરંગ પર મોટે ભાર દે છે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org